લીલવા પાપડી નુ શાક (Lilva papadi nu Shak recipe in Gujarati)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
India

#સુપરશેફ1
સુરતી સ્પેશ્યલ શાક. ખૂબ જ ટેસ્ટી. આ શાક તેલપાણી ના રસાવાળું બેઠું જ હોઈ છે. અને લીલું જ બને છે.

લીલવા પાપડી નુ શાક (Lilva papadi nu Shak recipe in Gujarati)

#સુપરશેફ1
સુરતી સ્પેશ્યલ શાક. ખૂબ જ ટેસ્ટી. આ શાક તેલપાણી ના રસાવાળું બેઠું જ હોઈ છે. અને લીલું જ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300ગ્રામ પાપડી
  2. 150ગ્રામ પાલક
  3. 100ગ્રામ રતાળુ
  4. 3-4ચમચા તેલ
  5. 1ચમચી તલ
  6. 5-6લવિંગ
  7. 1/8ચમચી હિંગ
  8. 2ચમચા લીલું નારિયેળ નું છીણ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1ચમચી આદું મરચાં ની પેસ્ટ
  11. 1ચમચી લીલું લસણ
  12. ચપટી હળદર
  13. ચપટી સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાપડી ને છોલી દાણા કાઢી લેવા. ધોઈ ને નિતારી લેવા.રતાળુ ને ટુકડાં કરી બાફી લેવો. મીઠું નાખી ને ane પછી છોલી લેવો. અને નાના નાના ટૂકડા કરવાં.

  2. 2

    હવે કૂકર મા 1ગ્લાસ પાણી ઉકાળવું અને એમાં પાપડી દાણા ઉમેરી સોડા અને મીઠું નાખી 2વહિર્સલ કરવી.ફ્લેમ બંધ કરી તરત જ સીટી ઉભી કરી હવા કાઢી લેવી. અને કાણાંવાળી ચાળણી મા દાણા કાઢી ઉપર ઠંડુ પાણી રેડી લેવું. જેથી દાણા લીલાં રહે

  3. 3

    હવે પાલક તોડી ને ધોઈ નિતારી દાણા કાઢેલાં ગરમ પાણી મા 2-3મીન. ઉકાળી લેવી. અને ચાળણી મા કાઢી નિતારી બરફ ના પાણી મા મૂકવી. 3-4મીન. અને પછી ચર્ન કરવી. લીલો કલર જળવાય રહેશે સાથે લીલું લસણ અને હળદર પણ પણ ચર્ન કરવું.

  4. 4

    હવે એક કઢાઈ મા 2ચમચા તેલ મૂકી હિંગ નાખી પાલક પ્યુરી ઉમેરી સાતરવી આદુંમરચાં ની પેસ્ટ સાતરવી. અને બાફેલાં લીલવા દાણા ઉમેરી લેવા. રતાળું ની ટૂકડી ઉમેરી મીઠું ખાંડ નાખી સાતરવું. હવે 1/2પાણી ઉમેરી ઉકાળવું. ધીમે તાપે.

  5. 5

    હવે વઘારીયા મા 1-2ચમચા તેલ મૂકી ગરમ કરવું અને તલ વાટેલાં લવિંગ નો ભૂકો ઉમેરી તતડે એટલે શાક મા ઉપરથી રેડી લેવું અને તરત જ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 1-2મીન. થવા દેવું. ઢાંકણ ખોલી હલાવી ફ્લેમ બંધ કરી લેવી. તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી લીલવા પાપડી નું શાક પરોસવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Leena Mehta
Leena Mehta @DesiTadka26
Thanks for sharing such an amazing experience.. You are Surati speciality queen😍

Similar Recipes