બ્રેડ ની ઝટપટ લચ્છેદાર મલાઈ રબડી (Bread ni zatpat lacchedar malai rabdi recipe in Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#માઇઇબુક

રબડી તો કેવાય ને કોઈ પણ સમય નું ક્રેવિગ છે. પણ બનાવાનો વિચાર આવે તો થાય કે ના ખૂબ ટાઈમ લાગશે દૂધ ને બાળી ને બનાવતા. પણ આ રીતે બનાવવાની કોશિશ કરજો માત્ર ૧૫ મિનિટ માં બની જશે. અને પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે રબડી ની મજા લઇ શકાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૫૦૦ મિલી દૂધ
  2. બ્રેડ ની સ્લાઈસ સાઇડ વગર ની
  3. ૧/૨ કપદૂધ નો પાઉડર
  4. ૧/૪ કપદૂધ
  5. ૩ મોટી ચમચીખાંડ (તમારા ગળપણ ના સ્વાદ મુજબ)
  6. ૧/૪ નાની ચમચીઇલાયચી પાઉડર
  7. બદામ ના ટુકડા ૧ મોટી ચમચી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધા ઘટકો ઉપર દર્શાવેલા માપ મુજબ ઉમેરવા. સૌ પ્રથમ ગેસ ઉપર ધીમી ગતી એ પેન માં દૂધ ને ઉકળવા મૂકવું. ત્યારબાદ બ્રેડ ની સ્લાઈસ ની સાઇડ ને કાઢી લઇ બ્લેન્ડર માં બલેન્ડ કરી બ્રેડ નાં ક્રમ્બસ તૈયાર કરવા.

  2. 2

    ત્યારબાદ એક બાઉલ માં દૂધ પાઉડર લઇ હુંફાળુ દૂધ ઉમેરી લમ્સ નાં રહે એ રીતે મિશ્રણ બનાવવું. ત્યારબાદ બ્રેડ ક્રમ્બસ ને ઉકળતા દૂધ માં ઉમેરી મિક્સ કરવું અને દૂધ ના પાઉડર નું મિશ્રણ ઉમેરી ફરીથી બરાબર મિક્સ કરવું.

  3. 3

    ત્યારબાદ તમારા ગળપણ ના સ્વાદ મુજબ ખાંડ ઉમેરી ને સતત મિક્સ કરતા રેહવું. એટલે મલાઈદાર રબડી તૈયાર થઈ જશે. ગેસ બંધ કરી ઠંડી કરો અને બદામ ના ટુકડા અને ઇલાયચી નો પાઉડર ઉમેરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes