દાલ મફિન્સ(dal muffins recipe in gujarati)

Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee

#સુપરશેફ4
સુપરશેફ૪ માટે જ્યારે દાલ અને રાઈસની રેસિપિની થીમ આવી ત્યારથી નક્કી કર્યુ હતુ કે સાત જાતની મિક્સ દાલમાંથી કઈક પૌષ્ટિક વાનગી બનાવવી. એટલે મે મફિન્સ બનાવવાનુ નક્કી કર્યુ, પહેલી જ વાર બનાવ્યા પણ ખુબ જ ટેસ્ટી બન્યા છે, સાથે હેલ્ધી તો ખરા જ! આ મફિન્સ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા કે દહીં નાખ્યા વગર કે આથો લાવ્યા વગર બનાવ્યા છે. આપ પણ અચુકથી ટ્રાય કરશો. #મફિન્સ #દાલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમિક્સ દાળ
  2. 1 ટેબલસ્પૂનચણા નો લોટ, રવો, કોર્નસ્ટાર્ચ અથવા કોર્નફ્લોર
  3. 1 ટીસ્પૂનમેગી મસાલા
  4. 1/2 ટીસ્પૂનલાલ મરચુ પાઉડર, હળદર પાઉડર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સ દાળને 6-8 કલાક પાણીમાં પલાળી રાખો. તે પછી પાણી નિતારી, દાળને પીસી લો અને જાડી પેસ્ટ બનાવો. તેમાં ચણાનો લોટ, રવો તથા કોર્ન ફ્લોર ઉમેરો.

  2. 2

    ત્યારબાદ મેગી મસાલા, લાલ મરચુ પાઉડર, હળદર પાઉડર, મીઠું ઉમેરો. હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઇ બેટરને 10 મિનિટ રેસ્ટ માટે એક બાજુ રાખો.

  3. 3

    ત્યારબાદ મફિન્સ મોલ્ડ લો અને તેને તેલ વડે ગ્રીઝ કરી લો. તેમાં સપ્રમણ બેટર પાથરી, મફિન્સ મોલ્ડને પ્રિ-હિટેડ પ્રેશર-કુકરમાં ૧૦ મિનિટ બેક કરવા મુકો. બેટર શેકાઈને ક્રિસ્પી થવા આવશે એટલે ધીમે ધીમે મોલ્ડ છોડવા લાગશે. પછી તેને એક ડિશમાં લઈ સ્પાઈસી-ટેન્ગી સોસ અને તલથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes