દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)

#ઉપવાસ
#ફરાળી_ચેલેન્જ
પોસ્ટ - 2
આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી...
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ
#ફરાળી_ચેલેન્જ
પોસ્ટ - 2
આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીને ધોઈને છીણી લો...એક કડાઈમાં બે ચમચા તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરો....જીરું ફૂટે એટલે લીલા મરચાના ટુકડા અને મીઠા લીમડાના પાન ઉમેરો....આદુને છીણીને નાખો....ત્યાર પછી છીણેલી દૂધી ઉમેરી ખાંડ અને દૂધીના ભાગનું ફરાળી મીઠું નાખી ઢાંકીને ચડવા દો.....વચ્ચે વચ્ચે હલાવતા રહો....
- 2
ત્યાર પછી બે થી ત્રણ બટાકા છાલ સાથે છીણી લો...બે વખત પાણી બદલી ધોઈ લો એટલે વધારાનો સ્ટાર્ચ નીકળી જાય...હવે દૂધી ચડી જવા આવી છે એટલે બટાકાનું છીણ ઉમેરી તેના ભાગનું મીઠું ઉમેરો...હલાવી મિક્સ કરીને ઢાંકણ ઉપર પાણી રાખી ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દો...હલાવીને ચેક કરતા રહો...
- 3
દૂધી બટાકા બરાબર ચડી જાય એટલે એક કટોરી શેકેલા શીંગ દાણા નો ભૂકો ઉમેરો એટલે પાણીનો ભાગ શોષાઈ જશે....એક ચમચી લાલ મરચું પાઉડર નાખો....મિક્સ કરીને ગેસ બંધ કરો....
- 4
હવે એક બીજી કડાઈ અથવા પેન માં બે ચમચા તેલ મૂકી જીરું ઉમેરો ફૂટે એટલે પલાળેલા સાબુદાણા હાથે થી છુટ્ટા કરી વધારો....તેના ભાગનું મીઠું અને એક ચમચી લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી એક મિનિટ સાંતળો....હવે દૂધી બટાકા વાળું મિશ્રણ તેમાં ઉમેરી હળવા હાથે બધું મીક્સ કરી દો...જરૂર લાગે અને પસંદ હોય તો વધારે ખાંડ- લીંબુ ઉમેરી શકો....
- 5
તો તૈયાર છે આપણી ઉપવાસ માં લઈ શકાય તેવી ફરાળી દૂધી સાબુદાણા ની ખીચડી...દહીં સાથે સર્વ કરો...
Similar Recipes
-
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
સાબુદાણા બટાકાની ખીચડી (Sago Potato Khichdi Recipe In Gujarati)
#LB#SRJ આજે અગિયારસ હોવાથી લંચ બોક્સ માં ભરવા માટે સાબુદાણા અને બટાકાની ફરાળી ખીચડી બનાવી છે જે નાના અને મોટા સૌ ની પ્રિય વાનગી છે...નાસ્તામાં અને ડિનરમાં પણ બનાવી શકાય છે...ખટ-મધુરો અને તીખો સ્વાદ હોવાથી બધાની મનપસંદ છે... Sudha Banjara Vasani -
શેકેલા સાબુદાણા ની ફરાળી ખીચડી (Roasted sabudana farali khichdi recipe in Gujarati)
આવી ફરાળી ખીચડી આપ સૌ બનાવતા જ હશો પરંતુ પહેલાના વડીલો એવું માનતા કે સાબુદાણા જો શેકીને બનાવીયે તો ખીચડીમાં કાચો સ્વાદ ન આવે અને સહેલાઈથી પાચન થઈ જાય...એટલે આ વિસરાતી વાનગી ને ધ્યાનમાં લઈને મેં પણ સાબુદાણા શેકી ને બનાવી...અને હા સ્વાદમાં થોડો ફરક તો પડે છે.... Sudha Banjara Vasani -
દૂધી સાબુદાણા ની ખીચડી(Bottleguard Sago khichdi recipe in Gujarati)
#ff1ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ રેસીપી ચેલેન્જનોન ફ્રાય ફરાળી રેસીપી Sudha Banjara Vasani -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#MAમાં તે માં બીજા વગડાના વા કહેવત સાચી જ છે.નાના હતા ત્યારે ફરાળ માટે ઉપવાસ કરતા એમ કરતા કરતા ઉપવાસ કરવાની જાણે આદત જ પડી ગઈ.... એમ થાય કે આજે મમ્મી ફરાળમાં શું બનાવવાની હશે.. માં શબ્દ બોલતા જ આંખમાં આંસું આવી જાય..નાના હતા ત્યારે કવિતા આવતીકેવી હશે..્ ને શું કરતી હશે... કોણ જાણે..્I have નો words...maa❤️🤗 @Darshcook_29046696Darshna Pandya -
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
દૂધીના ફરાળી મુઠીયા (Dudhi Farali Muthia Recipe In Gujarati)
#ફરાળી ચૈત્ર માસનો શુભ આરંભ થવા જઈ રહ્યો છે અને મા શક્તિની આરાધના નિમિત્તે વ્રત, ઉપવાસ કરતા હોઈએ ત્યારે આ ફરાળી વાનગી જરૂર એક નવો જ સ્વાદ આપશે. Sudha Banjara Vasani -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
ફરાળી શીંગ બટેકાની ખીચડી (Farali Sing Bateka Ni Recipe In Gujarati)
#GA4 #week1 #potato #yogurtઆજે હું ખૂબ જ ખુશ છું કે ગોલ્ડન એપ્રન 4ના પ્રથમ વિક અને પવિત્ર અધિક માસ ના પહેલા દિવસે મારે કુકપેડ પર 100 રેસીપી પૂર્ણ થઈ છે.ફરાળ ની મોટા ભાગની ડિશ માં બટેકા નો ઉપયોગ થાય છે તો સાથે શીંગ દાણા વાપરીને મેં આજે ફરાળી ખીચડી બનાવી છે.દહીં-છાસ વગરનું ફરાળ અધૂરું લાગે છે તેથી મેં દહીં પણ પીરસ્યું છે. Kashmira Bhuva -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
-
-
ફરાળી સાબુદાણા અને શીંગદાણા ની ખીચડી (Farali Sabudana Shingdana Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Jayshree G Doshi -
દૂધી ના ફરાળી રોલ (Dudhi Farali Roll Recipe in Gujarati)
#GA4#Week21ભારત એક પારંપરિક દેશ છે જ્યાં લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે, માટે લોકો એકાસણા, ઉપવાસ , કરી શ્રધ્ધા માં અનુમોદના કરે છે માટે આજે મેં દૂધી ની ફરાળી રોલ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
હરિયાળી ડ્રાયફ્રુટ ફરાળી સાબુદાણા ની ખીચડી(Hariyali Dryfruit Farali Sabudana Khichdi Recipe In Guja
#MAઆ રેશેપી મેં મારાં મમ્મી પાસે શીખી છે. આમતો બધી રેસીપી મમ્મી પાસે થી શીખી છે. પણ જ્યારે ફાસ્ટ હોય ત્યારે એમ થાય કે શુ બનાવું ત્યારે મમ્મી શેમ રેશેપી માં વેરિયેશન કરતા ને અમારી ફેવરિટ થઈ જાય એ રેશેપી. તો આજે હુ મારાં મમ્મી ની રેશેપી તમારી સાથે શેર કરું છું. 😊😊🙏🙏 Heena Dhorda -
દૂધી બટાકા ની ફરાળી ખીચડી (Dudhi Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff2Farali recepeદૂધી બટાકા શીંગદાણા ની ફરાળી ખીચડી Vaishaliben Rathod -
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White recipeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
More Recipes
ટિપ્પણીઓ (4)