ફરાળી ફ્રાય ઇડલી (Farali Fry Idli Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
શેર કરો

ઘટકો

  1. 2 કપમોરૈયો
  2. 1 કપસાબુદાણા
  3. 1 કપરાજગરા નો લોટ
  4. 2 કપદહીં
  5. 1 ચમચીનમક
  6. 1/2 ચમચીબેકીંગ સોડા
  7. 1ચમચો તેલ
  8. 1/2 ચમચીજીરુ
  9. 1સુકુ લાલ મરચુ
  10. 7/8લીમડા ના પાન
  11. 1/2 ચમચીલાલ મરચુ
  12. 1 ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોરૈયો અને સાબુદાણા ને મીક્સર મા કરકરુ પીસી લો પછી તેમા રાજગરા નો લોટ મીક્સ કરો હવે તેમા દહીં નાખી જરુર મુજબ પાણી નાખી ૩૦ મીનીટ ઢાંકી ને રાખી દો

  2. 2

    પછી તેમા નમક બેકીંગ સોડા ૧/૨ ચમચી તેલ ગરમ કરી નાખી બરાબર મીક્સ કરો અને ઢોકળીયા મા પાણી મુકી ગરમ કરી ઇડલી પ્લેટ મા તેલ ગી્સ કરી બેટર તેમા નાખો

  3. 3

    ૧૦/૧૨ મીનીટ સ્ટીમ કરો પછી પ્લેટ માંથી ઇડલી કાઢી લો

  4. 4

    હવે તેલ ગરમ કરી જીરુ, સુકુ લાલ મરચુ,લીમડા ના પાન નો વઘાર કરી તેમા લાલ મરચુ અને ધાણાજીરુ નાખી તરત જ ઇડલી નાખી બન્ને બાજુ ફેરવી લો

  5. 5

    તૈયાર છે ફરાળી ફ્રાય ઇડલી નાળીયેર ની ચટણી સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes