રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 1/2 કપદૂધ
  4. 1/4 કપકોકો પાઉડર
  5. 1/4 કપઓઇલ
  6. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  7. 1 ટી સ્પૂનવેનીલા એસીન્સ
  8. 1 ટી સ્પૂનવીનેગર અથવા લીંબુ નો રસ
  9. નાની ચપટી મીઠું
  10. ચેરી સીરપ માટે
  11. 1 કપફ્રેશ ચેરી
  12. 5-6 ટેબલસ્પૂનખાંડ
  13. 3/4 કપપાણી
  14. વ્હીપ ક્રીમ માટે
  15. 1 કપવ્હીપ ક્રીમ
  16. 1/2 કપઆઈસિંગ ખાંડ
  17. 1/4 ટી સ્પૂનવેનીલા એસીન્સ
  18. ગાર્નિશીંગ માટે
  19. ચોકલેટ શેવિંગ્સ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ જેમાં કેક બેક કરવાની છે એ વાસણ માં ઓઈલ લગાવી દો અને આટલા માપ નું બટર પેપર કાપીને લગાવી દો અને બટર પેપર ઉપર પણ થોડું ઓઈલ લગાવી દો અને વાસણ ની ચારે બાજુ પણ ઓઈલ લગાવીને રેડી કરી દો. અને ઓવન ને 175 ડિગ્રી પર પ્રી હીટ કરવા મૂકી દો 10 થી 15 મિનિટ માટે. હવે મેંદો, દળેલી ખાંડ, કોકો પાઉડર અને મીઠા ને ચાળી લો.

  2. 2

    પછી તેમાં ઓઈલ, દૂધ અને વેનીલા એસીન્સ નાખો અને મિક્સ કરી લો. કટ અને ફોલ્ડ મેથડ થી મિક્સ કરી શકો અથવા ઇલેક્ટ્રિક બીટર કે હેન્ડ બીટર થી પણ મિક્સ કરી શકો. બધું સરખું મિક્સ થઈ જાય અને ગઠ્ઠા ના રહે ત્યાં સુધી મિક્સ કરો. પછી બેકિંગ સોડા અને એના ઉપર વીનેગર નાખીને સરખું મિક્સ કરી લેવું. વધારે નઈ હલાવવું. અને તરત બેક કરવા મૂકી દેવું. 175 ડિગ્રી પર 30 થી 35 મિનિટ અથવા ટૂથ પિક ક્લિયર આવે ત્યાં સુધી બેક કરવું. દરેક ઓવન અલગ હોય છે તેથી તમારે તમારા ઓવન પ્રમાણે ચેક કરી લેવું.

  3. 3

    કેક બેક થાય ત્યાં સુધી આપણે ચેરી સીરપ બનાવી લઈશું.

  4. 4

    ચેરી ને ધોઈને કટ કરીને, ઠળિયો કાઢીને રેડી કરીશું. એક વાસણ માં ચેરી, ખાંડ અને પાણી મિક્સ કરીને મીડિયમ ગેસ પર 12 થી 15 મિનિટ સતત હલાવતા રહીશું અને કુક કરીશું.. અને પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. આ માપ થી આપણ ને 1 કપ ચેરી સીરપ મળશે.

  5. 5

    પછી ચોકલેટ ની કતરણ મતલબ ચોકલેટ સેવિંગ્સ બનાવીને ફ્રીજ માં મૂકી દઈશું યુઝ કરીએ ત્યાં સુધી. અને સમય પર ચેક કરીને કરીને કેક બેક થઈ જાય એટલે બહાર કાઢીને ઠંડી થવા દઈશું.

  6. 6

    જો તમારી પાસે સમય હોય તો કેક ને થોડી વાર 20 થી 30 મિનિટ ફ્રીજ માં સેટ થવા મૂકવી રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી. વ્હીપ ક્રીમ માટે વાસણ અને વ્હીપ મશીન પણ ફ્રીજ માં ઠંડુ થવા મૂકવું પછી જ યુઝ કરવું. ફ્રીજ માં ઠંડા થયેલા વાસણ માં ક્રીમ લઈને વ્હીપ કરવું ધીમી સ્પીડ પર 3 થી 4 મિનિટ. પછી આઈશીંગ ખાંડ અને વેનિલા એસીન્સ નાખી મીડિયમ સ્પીડ પર વ્હીપ કરવું stiff peak થાય ત્યાં સુધી.

  7. 7

    હવે ઠંડી થયેલી કેક ને 3 ભાગ માં કટ કરવી. 1 ભાગ લઈને તેના પર ચેરી સીરપ લગાવવું અને પછી વ્હીપ ક્રીમ સ્પ્રેડ કરવું અને તેના પર ચેરી સીરપ માં રહેલા ચેરી ના ટુકડા મૂકવા. આવી રીતે બાકી ના લેયર રેડી કરવા. અને કેક ને આખી વ્હીપ ક્રીમ થી કવર કરવી અને ફ્રીજ માં 20 થી 30 મિનિટ સેટ થવા મૂકવી. પછી બહાર કાઢી ફરીથી વ્હીપ ક્રીમ ના લેયર થી કવર કરવી. અને ચોકલેટ શેવિંગ્સ હથેળી માં લઈ કેક ને કવર કરવી અને ઉપર ચેરી અને ચોકલેટ સેવિંગ્સ થી ગાર્નિશ કરી સર્વ કરવી.

  8. 8

    દેખાવ માં ખૂબ જ attractive, આકર્ષક લાગતી આ એગ લેસ કેક ટેસ્ટ માં પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેક કટ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes