વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.

#માઇઇબુક
#સુપરશેફ4

વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)

આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.

#માઇઇબુક
#સુપરશેફ4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. પીઝા બેઝ માટે
  2. 1 કપઘઉંનો લોટ
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૪ ચમચીખાંડ
  5. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  6. ચપટીમીઠું
  7. ટોપિંગ્સ અને સીઝનીંગ માટે
  8. ૧ નંગસમારેલી નાની ડુંગળી
  9. ૧ નંગસમારેલું નાનું ટામેટુ
  10. ૧/૪ નંગસમારેલા લીલા,લાલ અને પીળા સીમલા મરચા
  11. ૧/૪ કપમકાઈના દાણા
  12. ૧/૪ કપબટર
  13. ૧ કપપીઝા ચીઝ
  14. પીઝા સોસ
  15. સેઝવાન સોસ
  16. ઓરેગાનો
  17. ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    વેજીટેબલ ચીઝ પીઝા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઘઉંના લોટમાં ચપટી મીઠું,ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને દહીં ઉમેરી અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આમાં પાણી નથી ઉમેરવાનું દહીંથી જ લોટ બાંધવાનો છે લોટને ૫ મિનિટ સુધી કસણવા નો છે. લોટને અલગથી કસણવા થી આપણા પીઝા સોફ્ટ થશે.

  2. 2

    હવે આપણે ગુલા ને રોટલી ના આકારમાં ગોલ વણી લઈશું. જે રોટલી હશે તે પીઝા બે ઝ ની જેવી થિક હોવી જોઈએ. પછી આપણે એમાં થી આ રીતે નાના હોલ્સ પાડી દઈશું.

  3. 3

    હવે આપણે પેન લઈશું. એની અંદર મીઠું નાંખી અને સ્ટેન્ડ મૂકીને દસ મિનિટ માટે પેન ની લીડ બંધ કરી અને ગેસની flame ધીમી રાખી ને પ્રી હિટ કરી લઈશું. દસ મિનિટ થઈ જાય એટલે એમાં જે તૈયાર કરેલું પીઝા બેઝ છે એ મૂકી અને બીજા દસ મિનિટ માટે બેઝ્ને થવા દઈશું.

  4. 4

    દસ મિનિટ થઈ ગઈ છે. આપણો પીઝા બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પીઝા ઉપર ટોપિંગ મૂકીસુ.

  5. 5

    સૌથી પહેલા બટર અને પીઝા સોસ સ્પ્રેડ કરીશું. પછીથી એની ઉપર ચીઝ સ્પ્રેડ કરી અને બધા વેજિટેબલ્સ મુકીશું. હવે ફરીથી એની ઉપર ચીઝં મુકીશું.

  6. 6

    હવે કુકરમાં પીઝા મૂકી અને કુકર નું ઢાંકણું બંધ કરી અને 20 થી 25 મિનિટ સુધી થવા દઈશું.

  7. 7

    25 મિનિટ થઈ ગઈ છે અને આપણો પીઝા સર્વે માટે તૈયાર છે. આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એની સીઝનીંગ કરીશું. આપણો યમ્મી અને ટેસ્ટી whole wheat વેજિટેબલ પિઝા સર્વ કરવા માટે તૈયાર છે. તો તમે મારી આ ટેસ્ટી રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes