બાલુશાહી(balushahi recipe in gujarati)

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

માપ માટે conscious રહેશો તો બાલુશાહી એકદમ બજાર જેવી બનશે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

બાલુશાહી(balushahi recipe in gujarati)

માપ માટે conscious રહેશો તો બાલુશાહી એકદમ બજાર જેવી બનશે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
You tube channel
https://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૫ થી ૭ વ્યક્તિઓ માટે
  1. 1અને 1/4 th કપ મેંદો
  2. 1/2ચપટી મીઠું
  3. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/4 કપ ઘી (મોળ માટે)
  5. તળવા માટે ઘી
  6. ચાસણી બનાવવા માટે
  7. 1 કપખાંડ
  8. 1/2 કપપાણી
  9. 6-7દોરા કેસર
  10. 1 ચપટીઇલાયચી પાઉડર
  11. 1/8th ટીસ્પૂન ઓરેન્જ ફૂડ કલર
  12. ઝીણા સમારેલ મીક્ષ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક મિક્સિંગ બાઉલમાં મેંદો,મીઠું,બેકિંગ પાઉડર અને ઘી લઇ બધાને સરખી રીતે મિક્ષ કરી લેવું. મિક્સ કરતા વખતે આંગળીના ટેરવાથી મિક્સ કરવું હથેળીનો ઉપયોગ ન કરવો.

  2. 2

    તૈયાર થયેલ મિશ્રણનો નવસેકા પાણીથી લોટ બાંધી લેવો.

  3. 3

    આ લોટને ઢાંકીને 15-20 મિનિટ સાઈડમાં રાખી દેવો.

  4. 4

    ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ અને અડધા કપ પાણીને એક વાસણમાં ગેસ પર ચડાવો.

  5. 5

    ખાંડ ઓગળી જાય ત્યારે એની અંદર એક થી બે ટીપા લીંબુનો રસ નાખી ચાસણી crystallize થવા થી બચાવો.

  6. 6

    આપણે એક તારની ચાસણી બનાવાની છે.

  7. 7

    ચાસણી થોડી ઠરે એટલે એની અંદર એક ચપટી ઓરેન્જ ફૂડ કલર નાખો. આ optional છે.

  8. 8

    ચાસણી માં સાત આઠ દોરા કેસર અને ઇલાયચી પાઉડર નાખી હલાવી લો.

  9. 9

    20 મિનિટ પછી રાખેલ લોટમાંથી પડ પડતા દેખાશે.

  10. 10

    લોટ ને વધારે દબાવ્ય। વગર ખાલી ગોળ આકાર આપી આમ ગોળા વાળી લેવા.

  11. 11

    હવે ગોળામાં વેલણથી આરપાર ખાડો કરવો.

  12. 12

    આ રીતે બધી બાલુશાહી બનાવી લેવી.

  13. 13

    ગેસ ઉપર ધીમા તાપે રિફાઇન્ડ ઓઇલ અથવા ઘી ગરમ થવા મૂકો.

  14. 14

    તેલ હૂંફાળું થાય ત્યારે તેમાં બાલુશાહી નાખવી. બાલુશાહી પોતાની મેળે તેલમા તરી આવશે.

  15. 15

    ધીમેથી ફેરવી બંને સાઇડ golden brown તળી લેવી.

  16. 16

    હવે તેને નવશેકી ચાસણીમાં નાખી ૩ થી ૮ મિનિટ રાખી મૂકવી.

  17. 17

    હવે તેને સર્વિંગ બાઉલમાં નીકાળી ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ થી ગાર્નીશ કરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

Similar Recipes