ચોળાફળી(Cholafali Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#સાતમ
પોસ્ટ 3
દિવાળી માં મઠિયા સાથે ચોળાફળી હોય જ નાસ્તા માં,પણ હવે તો દરરોજ ના નાસ્તા માં પણ બધા ચોળાફળી ઘેર બનાવે કે બહારથી મંગાવીને ખાતા હોય છે. જો આપણે ઘરમાં જ ચોળાફળી બનાવીએ તો એનો સ્વાદ જ અલગ હોય છે અને ખાવાની મજા પડે.

ચોળાફળી(Cholafali Recipe in Gujarati)

#સાતમ
પોસ્ટ 3
દિવાળી માં મઠિયા સાથે ચોળાફળી હોય જ નાસ્તા માં,પણ હવે તો દરરોજ ના નાસ્તા માં પણ બધા ચોળાફળી ઘેર બનાવે કે બહારથી મંગાવીને ખાતા હોય છે. જો આપણે ઘરમાં જ ચોળાફળી બનાવીએ તો એનો સ્વાદ જ અલગ હોય છે અને ખાવાની મજા પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 મોટા ડબા ફુલ
  1. 1 વાટકીઅડદનો લોટ(100 થી 150ગ્રામ)
  2. 3 વાટકીચણાનો લોટ(300 થી 450 ગ્રામ)1:3 નો રેશોયો યાદ માટે
  3. 1/4 ચમચીખાવાનો સોડા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ તળવા માટે
  6. સંચળ અને મરચું પાઉડર ઉપરથી ભભરાવવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કથરોટ માં અડદનો લોટ,ચણા નો લોટ ચાળી લો.હવે તેમાં મીઠું તથા ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરો.હવે ધીરે-ધીરે પાણી ઉમેરતાં જઇ લોટ બાંધવો,કારણકે ચણાનો લોટ પાણી બહુ ના પીવે j ઢીલો થાય તો મેપ માં લોચો પડે બીજો લોટ ઉમેરવાથી.એટલે લોટ કઠણ બાંધવો.હવે લોટ ને સાંબેલા થી/ખાયણી દસ્તાથી/એકલા દસ્તાથી કચરી લેવો 4,5 વાર.પછી એમાંથી થોડો લોટ લઈ એકદમ ઉજળો દેખાય ત્યાં સુધી મસળવો હાથમાં તેલ લગાવીને,એમ બધો લોટ ને થોડો થોડો લઇ મસળી લઈને લાંબા વાટા તૈયાર કરી એકસરખા લુવા કટ કરવા.હવે બધા લુવાને તેલથી ગ્રીસ કરી લેવા.

  2. 2

    હવે એક લુવો લઈ અટામણ થી એકસરખી બધી બાજુ થી ગોળ વણવી અને એક ડીશ કે થાળીમાં થોડી છૂટી મુકતા જવું.હવે એક એક વણેલી ચોળાફળી લઈને ચપ્પાથી ફક્ત વચ્ચે કટ કરવી લાંબી પટ્ટી જેવું.હવે એક વાટકીમાં સંચળ અને લાલ મરચુ પાવડરનું મિશ્રણ તૈયાર કરી દો.હવે કડાઇમાં તેલ ગરમ કરી તળી લેવી.ગરમ તેલ હશે તો સરસ ફુલશે. તળાઈ જય એટલે તેના ઉપર ગરમ હોય ત્યારે સંચળ,લાલ મરચાંનું મિશ્રણ છાંટવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes