દહીં વડા (dahi vada chaat recipe in gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#સાતમ
#વેસ્ટ
#નોર્થ
#west
#નોર્થઇન્ડિયા
#દહીંભલ્લાં
#દહીંવડા

દહીં ભલ્લા ચાટ આમ તો ઉત્તર ભારત નું સ્ટ્રીટ ફૂડ છે પણ એટલું લોકપ્રિય છે કે દેશભર માં ખવાય છે. ગુજરાત માં આપણે દહીં વડા કહીએ છીએ. સાતમ માં તો આપણે તે અવશ્ય ખાઈએ છીએ. નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે અને ઘર માં બધા ઘટકો ઉપલબ્ધ હોવા ના કારણે બનાવવી પણ સરળ છે. પ્રસ્તુત છે ઠંડી ઠંડી કૂલ કૂલ ચટપટી દહીં વડા ચાટ.😋

દહીં વડા (dahi vada chaat recipe in gujarati)

#સાતમ
#વેસ્ટ
#નોર્થ
#west
#નોર્થઇન્ડિયા
#દહીંભલ્લાં
#દહીંવડા

દહીં ભલ્લા ચાટ આમ તો ઉત્તર ભારત નું સ્ટ્રીટ ફૂડ છે પણ એટલું લોકપ્રિય છે કે દેશભર માં ખવાય છે. ગુજરાત માં આપણે દહીં વડા કહીએ છીએ. સાતમ માં તો આપણે તે અવશ્ય ખાઈએ છીએ. નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે અને ઘર માં બધા ઘટકો ઉપલબ્ધ હોવા ના કારણે બનાવવી પણ સરળ છે. પ્રસ્તુત છે ઠંડી ઠંડી કૂલ કૂલ ચટપટી દહીં વડા ચાટ.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
5-7 સર્વિંગ્સ
  1. 2 કપઅળદ ની દાળ (ધોઈ ને 4-5 કલાક પાણી માં પલાળેલી)
  2. 1 ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  3. 3 કપમોડું દહીં
  4. 1 કપખજૂર આંબલી ની ચટણી
  5. 1 કપલીલી કોથમીર ની ચટણી
  6. 1 ટીસ્પૂનશેકેલા જીરા નો પાઉડર
  7. 1 ટીસ્પૂનચાટ મસાલો
  8. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. 4-5 ટેબલસ્પૂનખાંડ (મીઠાશ પ્રમાણે)
  10. 1/2 ટીસ્પૂનફુદીના પાઉડર
  11. 2 ટેબલસ્પૂનસેવ
  12. 1 ટેબલસ્પૂનતીખી બૂંદી
  13. 1 ટેબલસ્પૂનકોથમીર
  14. 10-15પાપડી ચાટ ની પૂરી
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પલાળેલી અળદ ની દાળ ને 1-2 પાણી થી ધોઈ ને ચારણી માં નિતારી લો. હવે તેને મીક્ષી માં વાટી લો. વાટતી વખતે દાળ માં થોડું થોડું કરીને એકદમ ઠંડુ પાણી નાખવું (ઠંડુ પાણી નાખવાથી વડા પોચા થાય છે). ઠંડુ પાણી એટલું જ ઉમેરવું કે વડા નું બેટર વધારે કઠણ કે નરમ નહિ થવું જોઈએ. હવે આ બેટર ને હાથ થી 10-12 મિનિટ માટે ફેંટો.

  2. 2

    એક બાજુ તેલ ગરમ થવા મૂકી દો. હવે બેટર માં મીઠું અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો. હવે પાણી વાળો હાથ લઇ બેટર ને વડા નો આકાર આપી મીડીયમ ફ્લેમ પર લાઈટ ગોલ્ડન તળી લો.

  3. 3

    હવે એક મોટા વાસણ માં હુંફાળું પાણી લો અને એમાં તળેલા વડા નાખી ઢાંકી દો અને 1 કલાક માટે પલાળી રાખો. હવે એક બોઉલ માં દહીં લઇ એમાં ખાંડ અને મીઠું નાખી હેન્ડ બીટર થી ફૅટી લો અને દહીં ને 1-2 કલાક માટે ફ્રીજ માં ઠંડુ થવા મૂકી દો. હવે વડા માંથી પોલાં હાથે પાણી નીચવી લો. હવે એક પ્લેટ માં તૈયાર કરેલું ઠંડુ દહીં રેડો અને ઉપર વડા મુકો. ફરી વડા ઉપર દહીં રેડો.

  4. 4

    હવે તીખી ચટણી, ખજૂર આંબલી ની ચટણી, શેકેલું જીરું પાઉડર, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, ફુદીના પાઉડર, તીખી બૂંદી, સેવ, કોથમીર, પાપડી ચાટ ની પૂરી વગેરે થી ગાર્નિશ કરો. તો તૈયાર છે ચિલ્ડ ચટપટી દહીં વડા ચાટ !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes