વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)

વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.
આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે.
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.
આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં આઠથી દસ કપ પાણી ઉમેરી એને ઉકાળવા દેવું. હવે તેમાં મીઠું અને થોડું તેલ ઉમેરીને નુડલ્સ ઉમેરવા. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 5 થી 7 મિનિટમાં નુડલ્સ બફાઈ જશે. નુડલ્સ એકદમ વધારે બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીંતર એ સ્વાદમાં સારા નહીં લાગે. જ્યારે નુડલ્સ બફાઈ જાય ત્યારે એક કાણાવાળી ચારણીમાં કાઢી લેવા અને એને ઠંડા પાણીથી ધોઈને તેના પર થોડું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું જેથી એ એકબીજાને ચોંટી ના જાય.
- 2
જ્યારે નુડલ્સ બફાતા હોય ત્યારે બધા શાકભાજીને ધોઈને સમારી લેવા.
- 3
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું આદુ, લસણ અને મરચા ઉમેરીને જ્યાં સુધી લસણ લાઈટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું. હવે તેમાં બધા શાકભાજી ઉમેરીને 2 મિનીટ સુધી હાઈ હિટ પર પકાવવું. હવે તેમાં મીઠું, મરી અને વિનેગર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 4
બાફેલા નૂડલ્સ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી હાઈ હીટ પર પકાવવું. લીલી ડુંગળી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
- 5
વેજ ચાઉમીન ને કોઈપણ ચાઇનીઝ સ્ટાઇલ ની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ગ્રેવી સાથે પીરસવું.
Similar Recipes
-
વેજ ચાઉમીન (Veg Chowmein Recipe In Gujarati)
#WCR#Chinese_Recipe#Cookpadgujarati વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીન ને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Daxa Parmar -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
બાળકો ને ખુબ પ્રિય એવી આ રેસીપી છે. વિન્ટર માં લીલા શાક ખૂબ સરસ મળે ત્યારે વધારે વેજીસ નો ઉપયોગ કરી ને આ રેસીપી દ્વારા બાળકો ને ગ્રીન વેજીટેબલ ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
-
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
#LO#manchurian#chinese#indo-chinese#leftoverrecipe#cookpadindia#cookpadgujaratiવેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના ! Vaibhavi Boghawala -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
વેજ હક્કા નૂડલ્સ (veg hakka noodles recipe in gujarati)
#GA4#week3#chineseચાઈનિસ ડિસ વેજ હકકાં નૂડલ્સ લગભગ બધા ના ફેવરિટ હોય છે આજે મેં ઘરે આ વાનગી બનાવી છોકરાઓ પણ નૂડલ્સ મા બધી સબ્જી પણ ખાઈ લે છે. Disha vayeda -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookpad વેજ ચાઉમીન એક દેશી ચાઈનીઝ વાનગી છે. લારી માં મળતું વેજ ચાઉમીન ખુબ જ ટેસ્ટી લાગે છે પણ ઘરે પણ તેટલું જ સ્વાદિષ્ટ ચાઉમીન સરળતાથી બનાવી શકાય છે. વેજ ચાઉમીન માં સામાન્ય રીતે ગાજર, કેપ્સીકમ અને કોબી જેવા વેજીટેબલ્સ ઉમેરવામાં આવે છે પરંતુ આપણે આપણી પસંદ પ્રમાણે બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. વેજ ચાઉમીને નાસ્તામાં અથવા તો સાંજના સમયે ડિનરમાં સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai -
ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
#GA4#week18#frenchbeans#friedrice ફ્રાઈડ રાઈસ એક ચાઇનીઝ વાનગી છે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ચાઇનીઝ સોસ જેવા કે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગાર નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
વેજ મંચુરિયન( Veg Manchurian Recipe in Gujarati
#GA4#Week3#chineseમંચુરિયન એ ચાઇનીઝ રેસિપી છે. આમાં ગ્રેવી વગર અને ગ્રેવી વાળા બંને રીતે બને છે. આને વેજ નુડલ્સ કે વેજ ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરી શકાય છે. ટેસ્ટ માં ખુબ ચટપટા એવા મંચુરિયન બાળકોને ખુબ પ્રિય છે. અને આમાં વેજીટેબલ આવતાં હોવાથી હેલ્ધી પણ કહી શકાય. ફ્રાઈડ રાઈસ સાથે કે વેજ નુડલ્સ સારાહે સર્વ કરી શકાય છે.... Daxita Shah -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
આ રેસિપી પાર્ટી અને ફંકશન્સમાં છોકરાઓની ખૂબ પ્રિય રેસીપી છે વેજ હક્કા નુડલ્સ એક ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તા અને પાર્ટી માટેની #WCR khush vithlani -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
વેજ ફ્રાયડ રાઈઝ વિથ નુડલ્સ સુપ(veg fried rice recipe in gujarati)
ચાઈનીઝ નું નામ આવે ત્યારે અમારા ઘરના બધા સભ્યોના મોઢા પર હા જ હોય છે બધાની મનગમતી વાનગી છે #kv Chandni Kevin Bhavsar -
વેજીટેબલ મંચુરિયન ઇન ગ્રેવી
#GA4#Week14#Cabbageશીયાળામાં ચાઈનીઝ વાનગીઓ ખાવાની જે મઝા આવે છે તેવી એક પણ સીઝન દરમિયાન નથી આવતી અને તેમાં પણ મંચુરિયન ઇન ગ્રેવી તો સૌની પસંદ હોય છે. payal Prajapati patel -
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala
More Recipes
ટિપ્પણીઓ (20)