મિક્સ વેજ ઢોંસા (Mix Veg Dosa Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

મિક્સ વેજ ઢોંસા (Mix Veg Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૧/૨ કલાક
4 સર્વિંગ્સ
  1. ખીરું
  2. 3 વાટકીચોખા
  3. 1 વાટકીઅડદ ની દાળ
  4. 1 લિટરપાણી
  5. મસાલો બનાવવા માટે
  6. 4બટેકા
  7. 2ડુંગળી
  8. 1કેપ્સીકમ
  9. 2ગાજર છીણેલા
  10. સ્વાદાનુસાર મીઠું
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  13. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  14. 4 ચમચીપાઉં ભાજી નો મસાલો
  15. જરૂર મુજબ વઘાર માટે તેલ
  16. 1ડાળી મીઠો લીમડો
  17. ચપટીહિંગ
  18. નાળિયેર ની ચટણી માટે
  19. 1 વાટકીદહીં
  20. 1ચમચો સૂકા નાળિયેર નું છીણ
  21. જરૂર મુજબ વઘાર માટે તેલ
  22. સ્વાદાનુસાર મીઠું
  23. 1/2 ચમચીરાઈ
  24. 1ડાળી મીઠો લીમડો
  25. 1લાલ સૂકું મરચું
  26. લાલ ચટણી બનાવવા માટે
  27. 2ડુંગળી
  28. 3મોટા ટામેટા
  29. 3કળી લસણ
  30. સ્વાદાનુસાર મીઠું
  31. જરૂર મુજબ વઘાર માટે તેલ
  32. 1/2 ચમચીરાઈ
  33. 1લાલ સૂકું મરચું
  34. સાંભાર માટે
  35. 1 વાટકીતુવેરની દાળ
  36. 1 ચમચીસાંભાર મસાલો
  37. સ્વાદાનુસાર મીઠું
  38. 1/2 ચમચીહળદર
  39. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  40. 1 ચમચીલાલ મરચું
  41. 1 મોટો ચમચોખજૂર આમલીની ચટણી
  42. 1 ચમચીલીંબુ નો રસ
  43. 1લાલ સૂકું મરચું
  44. 1ડાળી મીઠો લીમડો
  45. 1સૂકું મરચું
  46. જરૂર મુજબ વઘાર માટે તેલ
  47. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૧૧/૨ કલાક
  1. 1

    ચોખા અને દાળ ને 8 કલાક પાણી નાંખી પલાળી રાખવું

  2. 2

    મિશ્રણ ને મિક્સર માં પીસી આથો આવવા માટે ૮-૧૦ કલાક રાખવું

  3. 3

    ડોસા ઉતરતા સમયે ખીરા માં મીઠું સ્વાદાનુસાર ઉમેરવું

  4. 4

    નાળિયેર ની ચટણી માટે દહીં માં સૂકા નાળિયેર નું છીણ નાખી 1/2 કલાક રેહવા દેવું

  5. 5

    વઘાર માટે ૧/૨ ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને લીમડો અને લીલું મરચું મૂકી વઘાર ને દહીંમાં નાખી દેવું

  6. 6

    લાલ ચટણી માટે ડુંગળી ઊભી સમારવી.ટામેટા ના મોટા પીસ કરવા

  7. 7

    1 લોયા માં વઘાર માટે 1 ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળવી.થોડી સોફ્ટ થાય એટલે સમારેલા ટામેટા ઉમેરી તેમાં લીલાં મરચાં, આદુ ની પેસ્ટ તથા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સર માં પીસી લેવું.

  8. 8

    વઘાર માટે 1 ચમચી તેલ મૂકી તેમાં રાઈ, હિંગ અને મરચા નાખવા

  9. 9

    વઘાર ને તૈયાર કરેલા મિશ્રણ માં નાખવો.

  10. 10

    ચટણી રેડી છે

  11. 11

    સાંભાર માટે તુવેર ની દાળ ને કૂકર માં નાખી જેરિ લેવી અને તેને ઉકળવા મૂકવી

  12. 12

    તેમાં હળદર,મીઠું, સાંભાર મસાલો, લાલ મરચાનો ભૂકો, આદુ મરચાની પેસ્ટ,ખજૂર આમલીની ચટણી તથા લીંબુ નો રસ નાખવો

  13. 13

    તેને બરાબર પકવવું

  14. 14

    વઘાર માટે તેલ ગરમ કરી તેમાં લીમડો, રાઈ,સૂકું મરચું ઉમેરવું

  15. 15

    વઘાર ને તૈયાર કરેલ દાળ માં નાખવો અને ઉકાળી કોથમીર થી ગાર્નિશ કરવું

  16. 16

    મસાલા માટે બટેકા ને બાફી માવો તૈયાર કરવો

  17. 17

    1 લોયા માં વઘાર માટે તેલ મૂકવું. તેમાં એક ચમચી આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી તેમાં છીણેલું ગાજર નાખી થોડું ચડવા દેવું અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવી. થોડી વાર પછી ઝીણું સમારેલું કેપ્સીકમ ઉમેરવું.હવે તેમાં સ્વાદાનુસાર મીઠું,આમચૂર પાઉડર, હળદર,ગરમ મસાલો નાખી હલાવી લેવું.ઉપર કોથમીર છાંટવી

  18. 18

    ડોસા ઉતારવા માટે એક નોન સ્ટિક તવા પર પાણી અને તેલ ભેગુ કરી લગાવવું.એક ચમચો ખીરું લઈ તવા પર પાથરી દેવો.તેના પર એક ચમચી બટર સેંટર માં મૂકવું.ઉપર પાઉંભાજી મસાલો છાંટવો.પછી પિત્ઝા કટર થી તેના 3 ભાગ કરવા

  19. 19

    હવે તેના પર તૈયાર કરેલો મસાલો પાથરી દેવો

  20. 20

    લેયર ક્રિસ્પી થયેલું દેખાય ત્યારે તેના રોલ વાળી બંને ચટણી અને સાંભાર સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes