વેજીટેબલ પનીર મોમો(Vegetable paneer momos recipe in Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

વેજીટેબલ પનીર મોમો(Vegetable paneer momos recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ જણ
  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ ખમણેલું કોબીજ
  3. ૫૦ ગ્રામ ખમણેલું ગાજર
  4. ૫૦ ગ્રામ ભુક્કો કરેલું પનીર
  5. ૧-૧/૨ ચમચી મીઠું
  6. ૧ નાની ચમચીમરી નો ભુક્કો
  7. ૧ ચમચીસોયા સોસ
  8. મોટી ડુંગળી જીણી સમારેલી
  9. ૨ મોટા ચમચાતેલ
  10. ૧ નાની ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મેંદા ના લોટમાં ૧/૨ ચમચી મીઠું અને ૧ મોટી ચમચી તેલ ઉમેરી બહુ કઠણ નઈ એવો લોટ બાંધી ૧૫ મિનીટ કુણવા દેવો.

  2. 2

    બીજી તરફ તેલ ગરમ મુકવું. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી ડુંગળી ઉમેરી ૧મિનીટ ચડાવવું.

  3. 3

    પછી કોબીજ અને ગાજર પણ ઉમેરી દેવા.. ૧ મિનીટ થાય પછી મરી નો ભુક્કો, સોયાસોસ, મીઠું, અને પનીર ઉમેરી સરખું હલાવી લેવું.

  4. 4

    મિશ્રણ ઠરે પછી લોટ ના નાના લુવા કરી પાતળી પૂરી વણી વચ્ચે આ પુરણ ભરી પોટલી નો આકાર આપવો.

  5. 5

    બીજી તરફ પાણી ગરમ મુકવું અને બનાવેલ મોમો મુકી ૧૦મિનીટ બાફી લેવા..

  6. 6

    ઠરે પછી સેજવાન ચટણી અને મેયોનેઝ સાથે સવॅ કરવું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes