ઘટકો

બે કલાક
ચાર જણ
  1. 1 કપઆખા કાળા અડદ
  2. 2 ટેબલ સ્પૂનરાજમા
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. જરૂર મુજબપાણી
  5. 3 ટેબલ સ્પૂનમાખણ
  6. 1/2 ટી સ્પૂનજીરુ
  7. 2 નંગલવિંગ
  8. 2 નંગઈલાયચી
  9. 1 નંગતજ
  10. 1નંગતજપત્તા
  11. 1 નંગકાંદો
  12. 1 નંગનાનો આદુનો ટુકડો
  13. 4 કળીલસણની કળી
  14. 1નંગલીલું મરચું
  15. 2 નંગટામેટા
  16. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  17. 2 ચપટીજાયફળ
  18. 3 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  19. 1/2 ટી સ્પૂનકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    સૌ પ્રથમ આખા કાળા અડદ અને રાજમા ને રાત્રે પાણીમાં પલાળી સવારે બરોબર ધોઇ નાખવા. પછી તેમાં મીઠું અને સરખું પાણી નાખી કુકરમાં ૬ થી 8 સીટી વગાડી બાફવા.

  2. 2

    એક કડાઈમાં માખણ લઈ તેમાં લવિંગ, ઈલાયચી, જીરું, તજ, તજપત્તા નાખી જરા સાંતળવું. પછી તેમાં કાંદા આદુ લસણ લીલુ મરચું ની પેસ્ટ બનાવીને કડાઈમાં ઉમેરી અને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટામેટાની પેસ્ટ, લાલ મરચું, જાયફળ પાઉડર ઉમેરો અને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. પછી તેમાં કાળા અડદ અને રાજમા ઉમેરો અને ૨ થી ૩ કપ પાણી ઉમેરો. પછી તેને ૧ કલાક માટે ધીમા તાપે ઉકળવા દેવું. વચ્ચે હલાવતા રહેવું અને જરૂર લાગે તો પાણી ઉમેરવુ. છેલ્લે ગેસ બંધ કરી તેમાં 1/2 ટીસ્પૂન કસૂરી મેથી હાથેથી મસળીને નાખવી.

  3. 3

    હવે સર્વિંગ ટાઈમે દાળ ને ગરમ કરતી વખતે 3 ટેબલ ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરો અને બરોબર હલાવી સર્વિંગ બાઉલમાં કાઢો. પછી તેને જીરા રાઈસ કે નાન સાથે ગરમાગરમ ખાવાનો આનંદ લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Uma Shah
Uma Shah @cook_27773939
પર
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes