કેસર કાજુ પિસ્તા મઠ્ઠો (Kesar Kaju Pista Matho Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#KS6
આમ તો પ્લેઇન મઠ્ઠો બની જાય પછી જુદી જુદી ફ્લેવર ના મઠ્ઠો બની શકે છે જેમ કે કાજુ - દ્રાક્ષ મઠ્ઠો, મિક્સ ડ્રાય ફ્રૂટ મઠ્ઠો, ફ્રૂટ મઠ્ઠો વગેરે વગેરે. મેં કેસર કાજુ પિસ્તા મઠ્ઠો બનાવ્યો છે ટેસ્ટ માં બજાર માં મળતા મઠ્ઠો જેવો જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 કલાક+20 min
  1. 500 ગ્રામ - ફૂલ ફેટ દૂધ
  2. 1 ચમચી- દહીં
  3. 200 ગ્રામ - દળેલી ખાંડ
  4. 5-6તાંતણા - કેસર
  5. 8-10 નંગકાજુ ટુકડા
  6. 8-10નંગ- મોરા પિસ્તા

રાંધવાની સૂચનાઓ

5 કલાક+20 min
  1. 1

    સૌથી પહેલા ફૂલ ફેટ દૂધ ને ગરમ કરી હુંફાળું થાય પછી તેમાં એક ચમચી દહીં નાંખી બોસ ફેરવી 3-4 કલાક રહેવા દો. દહીં બની જશે. ગરમી માં બહુ જલ્દી દહીં થઇ જશે. પછી દહીં ને એક પ્લેઇન સફેદ કટકા માં નાંખી નીચે એક વાસણ મૂકી દો. દહીં માંથી પાણી નિતરી જશે. ઘટ્ટ દહીં ઉપર રહેશે.પછી દહીં ને લટકાવી રાખો જેથી થોડું ઘણું પણ પાણી હશે તો નીકળી જશે.

  2. 2

    હવે દહીં ઉપર વજન વાળી વસ્તુ મૂકી ફ્રીઝ માં 2 કલાક રાખી દો.પછી બહાર કાઢી બાઉલ માં લો.દરેલી ખાંડ નાંખી બરાબર હલાવો.

  3. 3

    હવે મિશ્રણ ને કાણાવાલા ટોપા માં ઘસી દો. મઠ્ઠા નું મિશ્રણ લીસું બનશે.હવે કેસર માં સહેજ દૂધ નાંખી 5-7 મિનિટ પલાળી પછી મઠ્ઠા ના મિશ્રણ માં નાંખી દો.

  4. 4

    હવે તેમાં કેસર ની સાથે કાજુ ટુકડા અને મોરા પિસ્તા સમારી ને નાખો.તો રેડી છે કેસર કાજુ પિસ્તા મઠ્ઠો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes