દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

#MA

શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કપછીણેલી દૂધી
  2. 3/4 કપખાંડ
  3. 2-2+1/2 કપ દૂધ
  4. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  5. 1 ચમચીકાજુ ના ટુકડા
  6. 1 ચમચીકિસમિસ
  7. 1-11/2 ચમચીઘી
  8. થોડી બદામ ની કતરણ (સજાવટ માટે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં દૂધી ની છીણ નાખી થોડી વાર સાંતળો.

  2. 2

    દૂધી સંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખી દૂધી ને દૂધ માં ચડવા દો.

  3. 3

    દૂધી ચડી જાય એટલે તેમાં ખાંડ નાખી બરાબર હલાવી લો. હવે તેમાં ઇલાયચી પાઉડર,કાજુ અને કિસમિસ નાખી ને હલાવી લો.ખાંડ ઓગળી જાય અને તેનું બધું પાણી બળી જાય ત્યાં સુધી હલવા ને હલાવતા રહો.

  4. 4

    જ્યારે હલવો પેન છોડી દે અને તેમાં એક ચમક આવે એટલે સમજવું કે હલવો તૈયાર છે.હવે હલવા ને ગ્રીસ કરેલી થાળી માં કાઢી બદામ ની કતરણ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

Similar Recipes