ચણા મેથી અને લસણ નું ખાટું અથાણું (Chana Methi athanu recipe in Gujarati)

Brinal Parmar
Brinal Parmar @Brinal_05

ચણા મેથી અને લસણ નું ખાટું અથાણું (Chana Methi athanu recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 દિવસ
  1. નાની રાજપુરી કાચી કેરી
  2. ૧ વાટકીકાળા દેશી ચણા
  3. ૧/૨ વાટકીમેથી
  4. ૧ વાટકીઆચાર મસાલો
  5. ગાંઠિયા લસણ ના ટુકડા
  6. ૨૫૦ગ્રામ તેલ
  7. ૧ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

3 દિવસ
  1. 1

    સૌપ્રથમ ચણાં તથા મેથી ને ધોઈ આખી ૭-૮ કલાક પલાળી રાખવી. બીજા દિવસે કાચી કેરી ખમણી તેમાં મીઠું મિક્સ કરી ૧૫મિનિટ રહેવા દેવું.

  2. 2

    કેરી માંથી પાણી છૂટું પડશે એ પાણી ચણા અને મેથી માં મિક્સ કરી ૧૫મિનિટ રહેવા દો. પછી ચણા, મેથી તથા કેરી ના ખમણ ને કોરા કપડાં પર ૪-૫ કલાક સુકાવા દો.

  3. 3

    એક તપેલી માં તેલ ગરમ કરી અને ઠંડુ પડવા દો. બીજી બાજુ એક બાઉલમાં આચાર મસાલો તથા કેરી નું ખમણ મિક્સ કરી તેમાં ચણા મેથી મિક્સ કરી તેલ મિક્સ કરો. અને એક દિવસ માટે રાખી મુકો.

  4. 4

    પછી ના દિવસે લસણ ના ટુકડા ને થોડા તેલ માં સાંતળી અથાણાં માં બરાબર મિક્સ કરો અને ૭-૮ કલાક ઢાંકી ને રાખવું. પછી બરણી માં ભરી ને તાજું અને ચટપટું સ્વાદિષ્ટ અથાણા ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

Similar Recipes