કેરી નું મેથીયું અથાણું (Keri Methiyu Athanu Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#EB
#Week4
દરેક ગુજરાતી ઘરમાં આ કેરી નું મેથીયુ અથાણું આખા વર્ષ નું બનાવી ને બરણી ભરાઈ જાય છે.દરેક ઘરની એક પોતાની રેસિપી હોઈ છે..થોડા ઘણા ફેરફાર સાથે દરેક ઘર માં બનતું જ હોઈ છે..main ઇન્ગ્રેઇડેન્ટ્સ મેથી ના કુરિયા તેમજ બીજા પ્રોપર માપ થી વાપરતા મીઠું, જાડું મરચું, હળદર , હિંગ તેમજ તેલ થી આ અથાણું વગર પ્રિસેરવેતિવ એ આખું વર્ષ સારા રહે છે. આ અથાણું દરેક મેનુ સાથે સરસ જ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ દિવસ
૮લોકો માટે૧વર્ષ
  1. ➡️મસાલો
  2. ૫૦૦ ગ્રામ મેથી ના કુરિયા
  3. ૨૦૦ ગ્રામ જાડું વાટેલું રેશમ પટ્ટી મરચું
  4. ૧૦૦ ગ્રામ તીખું લાલ મરચું
  5. ૧ કિલો આખું મીઠું ને તડકે મૂકી અધકચરું વાટી લેવું
  6. ૬૦ ગ્રામ હિંગ
  7. ૧૫૦ ગ્રામ હળદર
  8. ૧ લિટરશીંગ તેલ
  9. ૨-૩ લાલ આખા સૂકા મરચાં
  10. ➡️ ૪ કિલો અથાણાં ની રાજાપુરી કેરી ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧ દિવસ
  1. 1

    કેરી ના ટુકડામાં tayar કરેલ મીઠું માં થી એક વાટકી મીઠું અને ૨ ચમચી હળદર નાંખી હલાવી ઢાંકી ને એક રાત અથવા દેવું. ૨-૩ વાર ઉપર નીચે કરી લેવું.બીજે દિવસે બહાર કાઢી ચાદર પર કોરા કરવા છૂટા પાથરવા. ટુકડા એકદમ કોરા થાય પછી વાપરવા.

  2. 2

    પેન માં બધું તેલ લઇ લેવું. ગરમ થાય એટલે વઘાર ના મરચાં નાંખી હિંગ નાખી મેથી માં કુરિયા નાખવા.થોડું હલાવી રેડી કરેલ મીઠું નાખવું.ધીમો ગેસ કરી થોડી વાર શેકવા દેવું. પછી ઉતારી લેવું. ઉતાઇરા પછી પણ વચે વચે હલાઈવા કરવું.એ મિશ્રણ એકદમ ઠંડુ પડે પછી હળદર અને મરચું નાખી બરાબર મિક્સ કરી કેરી નાં ટુકડા નાખી મિક્સ કરી બરણી માં ભરી લેવું. ત્રીજે દિવસે ગરમ કરી ને ઠંડુ કરેલ તેલ અથાણું ડૂબે એટલે બરણી માં રેડી લેવું. અથાણું ને ચમચા એ ડાબી લેવું. બરાબર હવાચુસ્ત બંધ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes