વાલનું શાક (Val Shak Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week5
#cookpad_guj

આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવુ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બજાર માં ૨-૩ પ્રકાર ના વાલ મળતા હોય છે પણ અહી મેં લગ્ન મા વપરાતા રંગુન વાલ નો ઉપયોગ કરેલો છે.
વાલ એ શરીર માટે ઘણાં હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકાય છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે. ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળ અને આંબલી નો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250ગ્રામ રંગુની સફેદ વાલ
  2. 1કપ પાણી
  3. 1/2ટી સ્પૂન મીઠું
  4. 1ટી સ્પૂન તેલ
  5. 1ટેબલ સ્પૂન આંબલી + 3 ટેબલ સ્પૂન ગોળ નું પાણી
  6. 3ટેબલ સ્પૂન તેલ
  7. 1/2ટી સ્પૂન અજમો
  8. 1/4ટી સ્પૂન હિંગ
  9. 2નંગ સૂકા આખા લાલ મરચાં
  10. 1નંગ તમાલપત્ર
  11. 7-9નંગ મીઠા લીમડાના પાન
  12. 1.5ટી સ્પૂન લસણ + લાલ મરચા ની સૂકી ચટણી
  13. 1/2ટી સ્પૂન હળદર પાઉડર
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 1ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  16. 1/2ટી સ્પૂન તીખું લાલ મરચું પાઉડર
  17. 1ટી સ્પૂન આદુ ની પેસ્ટ
  18. 1ટી સ્પૂન ધાણા જીરું પાઉડર
  19. 1/2ટી સ્પૂન ગરમ મસાલો
  20. 1કપ પાણી
  21. 1ટેબલ સ્પૂન લીલી કોથમીર ના પાન
  22. 👉 ગાર્નિશ માટે :--- લીલી કોથમીર ના ઘટકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાલને ગરમ પાણી માં 6 થી 8 કલાક માટે પાણી માં પલાળવા મૂકી રાખો. ત્યાર બાદ 8 કલાક પછી આ વાલ માંથી બધું પાણી નિતારી લઈ કુકરમાં ઉમેરી તેમાં 1 કપ પાણી, મીઠું, તેલ અને બેકિંગ સોડા ઉમેરી મીડીયમ ગેસ ની આંચ પર 4 વ્હીસ્લ વગાડી ને બાફી લો ને ઠંડા કરવા મૂકી દો.

  2. 2

    આંબલી અને ગોળ ને પાણી માં મિક્સ કરી તેને 10 મિનિટ માટે બાજુ પર મૂકી રાખી આ પાણી ગરણી થી ગાળી લો.

  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં અજમો ઉમેરી ફૂટે એટલે તેમાં હિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર, મીઠા લીમડાના પાન અને લસણ મરચાની ચટણી ઉમેરી મિક્સ કરી સાંતળી લો.

  4. 4

    ત્યાર બાદ આમાં હળદર પાઉડર, બાફેલા વાલ પાણી સહિત ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું પાઉડર, તીખું લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આદુ ની પેસ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને મીડીયમ ગેસ ની આંચ પર 5 મિનિટ કૂક કરી લો.

  5. 5

    ત્યારબાદ આમાં ગોળ આંબલી નું પાણી ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. હવે ગેસ ની આંચ બંધ કરી લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે આપણું એકદમ લગ્નપ્રસંગ માં બને તેવું વરાનું રંગુની વાલ નું શાક તૈયાર છે સર્વ કરવા માટે..આ શાક ને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો. આ શાક ને પૂરી, રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Top Search in

Similar Recipes