પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 1/2 બાઉલ પાણી
  2. 1/2 બાઉલ તેલ
  3. 2+1/2 બાઉલ બેસન
  4. 1/2 ચમચી પાપડખાર
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલમાં પાણી, તેલ, મીઠું અને પાપડખાર એડ કરો. હેન્ડ વિશકર ની મદદથી તેને પાણીને એકદમ મિક્સ કરી લો. પાંચ મિનિટ મિક્સ કરો. વ્હાઈટ ફ્લપી થાય ત્યાં સુધી કરો. હવે તૈયાર થઈ ગયું છે. હવે ગરણી ને તેલ અને પાણીના મિક્સર પર રાખીને બેસનને ચાળી લો.

  2. 2

    હાથની મદદથી લોટ સરખો કરીને પાપડી ગાઠીયા નો લોટ બાંધો. હવે હાથમાં એક ચમચી તેલ લઇ લોટને બરાબર મસળો. સેવ પાડવાનું મશીન મા પાપડી પાડવા ની ચકરી ને તેલ થી ગ્રીસ કરો. ને લોટ અંદર ભરી મશીન બંધ કરો.

  3. 3

    હવે એક કઢાઈ માં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે સેવનું મશીન ની મદદથી પાપડી ગાંઠીયા પાડો. ગેસ ધીમો રાખો. હવે ઝારાની મદદથી તેને ધીમે ધીમે હલાવો.

  4. 4

    હવે પાપડી ગાંઠિયા તરાઈ ગયા છે. આમ બધા જ પાપડી ગાંઠિયા તરી લો.

  5. 5

    પાપડી ગાંઠિયા ને સર્વિંગ પ્લેટ મા લઈ, કોબીજ, ગાજર ના સંભારા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes