બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 કપઘઉંનો ઝીણો લોટ
  2. 1 કપઘઉંનો કરકરો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 2 ચમચીતેલ
  5. બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બંને લોટ લઇ તેમાં મીઠું અને તેલનું મોણ નાખી બધું મિક્સ કરો. થોડું થોડું પાણી રેડી પરોઠા જેવો કઠણ લોટ બાંધવો.લોટને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે તેના લુઆ કરો. ભાખરી ની જેમ વણી ધારવાળા વાડકાથી કટ કરી લો. જેથી ભાખરી બધી એક સરખી અને સરસ થાય.

  2. 2

    પછી તેના ઉપર ફોક કરી દો. બંને સાઇડ ફોક કરી લેવા. એક પેન મૂકી ગરમ થાય એટલે ભાખરી ધીમા તાપે શેકવી. ડટ્ટા ની મદદથી દબાવીને બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. ભાખરી શેકતા પાંચ મિનિટ લાગશે.

  3. 3

    હવે બિસ્કિટ જેવી ભાખરી તૈયાર છે આ ભાખરી સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes