મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
  1. ૨ કપમોરૈયો
  2. ૧/૨ કપસાબુદાણા
  3. ૧ કપખાટુ દહીં
  4. પેકેટ ઈનો
  5. ૩ નંગબાફેલા બટેટાનો માવો
  6. ૧/૪ ચમચીતજ પાઉડર
  7. ૧/૪લવીંગ પાઉડર
  8. ૨ ચમચીખાંડ
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. દાડમના દાણા ટેસ્ટ મુજબ
  11. મસાલા શીંગ જરુર મુજબ
  12. ફરાળી ચેવડો જરુર મુજબ
  13. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણા ને મીકસરમાં ક્રશ કરી લો. તેને ખાટુ દહીં તથા જરુર મુજબ પાણી નાખી દો. બેટરને ૨૦ મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    એક બાઉલમાં બાફેલા બટાટાનો માવો લઈ તેમાં તજ લવીંગનો પાઉડર, ખાંડ, મીઠુ દાડમ નાખી સરસ હલાવી લો. તેમાં ઉપરથી થોડી મસાલા શીંગ નાખો. તો દાબેલીનો મસાલો તૈયાર છે.

  3. 3

    હવે ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો. થાળીને ગ્રીસ કરી લો. હવે બેટરમાં મીઠુ અને ઈનો ઉમેરી હલાવી થાળીમાં રેડી દો.

  4. 4

    ૧૫-૨૦ મીનીટ પછી ટુથપીક કે ચપ્પુ થી ચેક કરો. કાંઈ ચોટે નહીને કલીન જ હોય તો સમજવુ કે બફાઈ ગયુ છે. તેને બહાર કાઢી ઠંડુ કરવા મૂકો.

  5. 5

    હવે ઢોકળાની થાળીમાંથી નાના રાઉન્ડ શેઈપ કટ કરી લો. એક રાઉન્ડ પર ગ્રીન ચટણી કે કેચઅપ લગાવો. તેની ઉપર દાબેલીનો મસાલો પાથરો. ઉપર દાડમ અને શીંગ નાખી બીજા ચટણીવાળા રાઉન્ડ શેઈપથી ઢાંકી દો.

  6. 6

    હવે એક ડીશમાં ફરાળી ચેવડો લઈ હાથેથી થોડો સ્મેશ કરી તેને બનાવેલી દાબેલીની સાઈડ પર લગાવી દો અને તેને શેકી લો.

  7. 7

    તો તૈયાર છે મોરૈયાની દાબેલી. તેને ગરમાગરમ જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes