વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામવલોળ
  2. 6 ટે સ્પૂનચણા નો લોટ
  3. 3 નંગટામેટાં
  4. 2 નંગકાંદા
  5. 1ગાંઠ લસણ
  6. 3 ટે સ્પૂનતેલ
  7. 1 ટી સ્પૂનરાઈ મેથી
  8. 1 ટી સ્પૂનહિંગ
  9. 1 ટી સ્પૂનહળદર
  10. 1 ટી સ્પૂનલાલ મરચું
  11. 2 ટી સ્પૂનધાણા જીરું
  12. 1 ટી સ્પૂનગરમ મસાલો
  13. 1 ટી સ્પૂનખાંડ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. કોથમીર જરૂર મુજબ
  16. 1 ટી સ્પૂનઅજમો
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઢોકળી બનાવવા માટે :..1 વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, હળદર,હિંગ પાણી નાખી ઢોકળી નું ખીરું બનાવો.ખીરું પાતળું રાખવું..ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ગરમ પાણી મૂકી અને જાળી મૂકો.નાની થાળી અથવા ડિશ માં તેલ લગાડી તેમાં ખીરું નાખી બાફી,ઢોકળી બનાવી લો.ઠંડી થાય એટલે, પીસ કરી અલગ રાખી દો.

  2. 2

    હવે વાલોળ ને ફોલી લો.ટામેટાં, ડુંગળી ની પેસ્ટ બનાવી અલગ રાખો..હવે એક વાસણમાં વધાર માટે આગળ પડતું તેલ મૂકી તેમાં થોડા રાઈ મેથી અને આગળ પડતું લસણ (તમે ખાતા હો એ પ્રમાણે)અને હિંગ મૂકી બંને ગ્રેવી ને સાંતળી લો.હવે બધો મસાલો, મીઠું,હળદર,ગરમ મસાલો, ખાંડ,મરચું પાઉડર,એડ કરી વાલોળ ઉમેરી દો.થોડું પાણી ઉમેરી કૂકર બંધ કરી સિટી વગાડી લ્યો.

  3. 3

    ત્યાર બાદ વાલોળ ચડી ગઈ હોય તો ઢોકળી ઉમેરી શાક હલાવી કૂકર થોડી વાર બંધ કરી અને શાક ગરમ કરી લો.

  4. 4

    તેલ છૂટું પડે એટલે ગેસ પરથી ઉતારી લો અને સર્વિંગ બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણું ટેસ્ટી અને મજેદાર વાલોળ ઢોકળી નું શાક 😋 તમને રેસીપી ગમે તો તમે પણ જરૂર બનાવજો.અને મને જણાવજો કેવું બન્યું 🤗

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes