લચકો મોહનથાળ (Lachko Mohanthal recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#DFT
Diwali special

શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો કકરો લોટ
  2. 250 ગ્રામઘી
  3. 200 ગ્રામખાંડ
  4. 3 ચમચીઘી ધાબો દેવા માટે
  5. 3 ચમચીદૂધ ધાબો દેવા માટે
  6. 1 ચમચીઈલાયચી પાવડર
  7. 8-10કેસર ના તાંતણા
  8. 5 ચમચીદૂધ (મોહનથાળ માં છેલ્લે એડ કરવા માટે)
  9. ગાર્નિશ માટે
  10. બદામની કતરણ
  11. પિસ્તાંની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ ને ચારણીથી ચાળી લો. ચણાના લોટમાં ઘી અને દૂધ નાખીને ધાબો દો. હવે તેને બાજુ પર મૂકી દો. થોડીવાર પછી ઘઉં ના ચારણા થી ચાળી લો.

  2. 2

    ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘીમાં ધાબો દીધેલા ચણાના લોટને ધીમા તાપે શેકો.

  3. 3

    બીજી બાજુ ગેસ પર પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લો. પછી તેની એક થી દોઢ તારની ચાસણી તૈયાર કરો.

  4. 4

    ચણાનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકો. હવે ગેસ બંધ કરીને તેમાં તૈયાર કરેલી ચાસણી એડ કરો. બધુ બરાબર મિક્સ કરીને તેમાં કેસર
    અને ઈલાયચી એડ કરી દો. પછી તેમાં પાંચ ચમચી દૂધ ઉમેરો ગેસ બંધ કરીને થોડીવાર હલાવ્યા કરવું. રેડી થયેલા મોહનથાળ ને બે કલાક સુધી કડાઈમાં જ રાખો.

  5. 5

    રેડી થયેલા લચકો મોહનથાળ ને બદામ પિસ્તાની કતરણથી ગાર્નીશ કરો. ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes