મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#DFT
Diwali special

શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ
  2. પાવરા મોણ
  3. ૧ ચમચીઅધકચરા મરી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદાનો લોટ લઇ તેમાં મોણ, મીઠું અને અધકચરા વાટેલા મરી નાખી હાથ વડે બધું સરસ થી મિક્સ કરી અને થોડો કઠણ લોટ બાંધી લેવો. પછી લોટને પંદરથી વીસ મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દેવો.

  2. 2

    પછી લોટમાંથી મીડિયમ સાઇઝના લુઆ બનાવી અને નાની પૂરી વણી લેવી પછી ચપ્પુની મદદથી તેમાં આકા પાડી લેવા.

  3. 3

    આ રીતે બધી પૂરી વણી અને છાપા પર રાખી દેવી.

  4. 4

    ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકવુ તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે બધી પૂરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.

  5. 5

    પૂરીને તળીને છાપા પર રાખવી. હવે તૈયાર છે મેંદાના લોટની પૂરી તેને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી. મેંદા ની પૂરી ને તમે નાસ્તામાં એન્જોય કરી શકો. ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Top Search in

Similar Recipes