દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 1/2 વાટકીઅડદની દાળ
  2. 1/2 વાટકીમગની દાળ
  3. 3 ચમચીઆદું મરચા અને કોથમીર પેસ્ટ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીશેકેલું જીરું
  6. ચપટીખાવાનો સોડા
  7. તળવા માટે તેલ
  8. 2વાટકા મલાઈવાળું દહીં
  9. સ્વાદ પ્રમાણેદળેલી ખાંડ
  10. ગાર્નિશ માટે
  11. લાલ ચટણી
  12. લીલી ચટણી
  13. ખજૂર આમલીની ચટણી
  14. શેકેલું જીરું
  15. ચાટ મસાલો
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બન્ને દાળને ધોઈને ચાર-પાંચ કલાક પલાળી રાખો. દાળ પાલળી જાય પછી તેમાંથી પાણી કાઢીને દાળ મિક્સરમાં પીસી લો.

  2. 2

    હવે પીસેલી દાળમાં આદુ મરચા અને કોથમીરની પેસ્ટ જીરુ, મીઠું અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર પછી કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં વડાને મીડીયમ ફ્લેમ પર તળી લો.પછી પ્લેટમાં કાઢી લો.

  4. 4

    હવે એક તપેલામાં ગરમ પાણી કરી પછી તેમા વડા ને પલાળી રાખો. વડા પલળી જાય પછી તેને હળવા હાથે વડાને દબાવીને પાણી નિતારી લો તૈયાર છે વડા.

  5. 5

    હવે લાલ ચટણી, લીલી ચટણી ખજૂર આંબલીની ચટણી, જીરુ, ચાટ મસાલા અને ગળ્યુ દહીં તૈયાર કરો.

  6. 6

    હવે વડાને પ્લેટમાં કાઢી ઉપરથી દહીં અને બધી ચટણી તેમજ કોથમીર નાખી સર્વ કરો.

  7. 7

    તૈયાર છે દહીં વડા.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes