ફૂલવડી (Fulvadi recipe in gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#CB3 Week 3
છપ્પન ભોગ
ફૂલવડી બનાવવામાં ખુબજ સહેલી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી કોઈપણ આ વાનગી બનાવી શકે છે. ફૂલવડી ઝારા થી બનાવવામાં આવે છે. પણ મે આજે ઝારા વગર ફૂલવડી બનાવી છે.

ફૂલવડી (Fulvadi recipe in gujarati)

#CB3 Week 3
છપ્પન ભોગ
ફૂલવડી બનાવવામાં ખુબજ સહેલી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી કોઈપણ આ વાનગી બનાવી શકે છે. ફૂલવડી ઝારા થી બનાવવામાં આવે છે. પણ મે આજે ઝારા વગર ફૂલવડી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. ૫૦ ગ્રામ બેસન
  3. ૫૦ ગ્રામ ઝીણો રવો
  4. ૧/૨ નાની ચમચીહળદર
  5. ૧ મોટી ચમચીલાલ મરચુ
  6. ૧/૨ મોટી ચમચીચીલી ફ્લેક્સ
  7. ૧ મોટી ચમચીતલ
  8. ૧૦ - ૧૨ મરી
  9. ૧ નાની ચમચીવરિયાળી
  10. ૧ નાની ચમચીધાણા
  11. ૧ ચપટીલીંબુ ના ફૂલ
  12. ૧/૨ નાની ચમચીગરમ મસાલો
  13. ૨ નાની ચમચીમીઠું
  14. ૩ મોટી ચમચીસાકર
  15. ૧/૪ કપદહીં
  16. ૩ મોટી ચમચીતેલ
  17. ૧/૨ નાની ચમચીબેકિંગ સોડા
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચણાનો કરકરો લોટ, બેસન, ઝીણો રવો લો.

  2. 2

    હવે હળદર, લાલ મરચુ, તલ, ચીલી ફ્લેક્સ, લીંબુના ફૂલ, ગરમ મસાલો, સાકર, મીઠું અને મરી - ધાણા - વરિયાળી અધકચરા વાટેલા નાખી મિક્સ કરી લો. દહીં નાખી કઠણ લોટ બાંધી લો.

  3. 3

    હવે ૩ મોટી ચમચી તેલ ગરમ કરી લો. એમાં બેકિંગ સોડા મિક્સ કરી બાંધેલા લોટ માં નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તળવા મટે તેલ ગરમ કરવા મૂકો. એક પ્લાસ્ટિક ની થેલી માં લોટ ભરી લો. હવે કાતર થી નાનું કાણું પાડી લો.થેલી ને દબાવી ગરમ તેલમાં ફૂલવડી પાડો. ધીમા તાપે તળી લો.

  5. 5

    તળેલી ફૂલવડી એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો. દસ થી બાર દિવસ સારી રહેશે. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes