મગસ (Magas Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB4
Week 4

શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. ૨૫૦ ગ્રામ બુરૂ ખાંડ
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. ૧૦-૧૫ બદામની કતરણ
  5. ૧૦-૧૫ પીસ્તા ની કતરણ
  6. ૧ ચમચીઈલાયચી પાઉડર
  7. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મગસ બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી લોટને ઉમેરવો. થોડું ઘી રાખી દેવું.

  3. 3

    ધીમા તાપ મા લોટને સતત હલાવતા રહેવું અને આછા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો. વચ્ચે થોડું ઘી પાછું ઉમેરવું.

  4. 4

    લોટ શેકાઈ જાય પછી તેમાં એક કપ દૂધ ધીરે ધીરે કરીને ઉમેરવું. દૂધ ઉમેરતા જવું અને હલાવતા રહેવું.

  5. 5

    પછી ગેસ બંધ કરી દેવો મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લેવું.

  6. 6

    ત્યારબાદ એક ડીશ ને ઘી થી ગ્રીસ કરી લેવી. પછી તેમાં આ મિશ્રણને પાથરી દેવું અને તવેથા ની મદદથી બધી બાજુ સરખું લેવલ આવે એ રીતે સેટ કરી દેવું.

  7. 7

    પછી તેમાં ઉપરથી ડ્રાયફ્રૂટ્સ ઉમેરી અને દબાવી દેવા એટલે ડ્રાયફ્રુટ તેમાં સરખા સેટ થઈ જાય. ત્યારબાદ મગસને પાંચથી છ કલાક સેટ કરવા મૂકી દેવું. પછી તેમાં ચપ્પુની મદદથી પીસ કરી લેવા.

  8. 8

    હવે તૈયાર છે મગસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes