ચણા બાજરા ના ઢેબરા (Chana Bajra Dhebra Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#CB6
Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
ચાર વ્યક્તિ માટે
  1. 1 મોટો વાટકોબાજરાના નો લોટ
  2. 1 નાનો વાટકો ચણાનો લોટ
  3. 1 નાની વાટકીઘઉંનો લોટ
  4. 1 વાટકીમિક્ષ (મેથી ની ભાજી અને કોથમીર)જીણી સમારેલી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 નાની વાટકીમોળુ દહીં
  7. તેલ જરુર મુજબ
  8. 1 નાની ચમચીહિંગ
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 મોટી ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  11. 1 ચમચીતલ
  12. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ. પહેલા એક મોટી થાળી મા ઉપર જણાવ્યા મુજબ બધા લોટ ને ચાળી લેવા બરોબર મિક્ષ કરવુ. હવે તેમા પાણી સિવાય ની બધી વસ્તુ નાખી બરોબર મિક્સ કરવુ.હવે તેમા બે મોટી ચમચી તેલ નુ મોણ નાખી બરોબર મિક્ષ કરવુ પછી જરુર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. તેલ થી ગ્રીસ કરી દસ મિનિટ ઢાંકીને રાખવુ.

  2. 2

    હવે બાંધેલા લોટ ના મોટા ગોળા વાળી લેવા. તેને થોડા જાડા વણી લેવા. (ઢેબરાં થોડા ભર્યા હોય છે) તવી ગરમ કરવા મૂકો તેમા વણેલ ઢેબરાં તેલ લગાવી લાલ કલર ના શેકી લો. આ મુજબ બધા ઢેબરાં વણી ને શેકી લેવા.

  3. 3

    ગરમાગરમ ઢેબરાં સોસ અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes