પૂરી ભાજી (Poori Bhaji Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યકિત
  1. લોટ માટે:-
  2. 2 કપઘઉંનો લોટ
  3. 2 ટેબલ સ્પૂનતેલ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તળવા માટે તેલ
  6. ભાજી માટે:-
  7. 4 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  8. 5 નંગલીલા મરચાં કાપેલા
  9. 8-10મીઠા લીમડાનાં પાન
  10. 1/2 નંગલીંબુ નો રસ
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 1ચમચો તેલ
  13. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી પાણીથી માપનો લોટ બાંધી લેવો. પછી તેને ઢાંકીને 10 મિનીટ રાખવો.

  2. 2

    બટાકાને કૂકરમાં બાફી લેવા. ઠંડા પડે એટલે છાલ ઉતારીને ચોરસ ટુકડામાં સમારી લેવા.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, લીમડાના પાન અને લીલા મરચા નો વઘાર કરી પછી તેમાં હળદર ઉમેરી તરત જ બટેટાના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી હલાવી લેવું. ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી ભાજી તૈયાર કરી લેવી.

  4. 4

    પૂરી ના લોટ ને કુણવી એકસરખા લુઆ કરી પૂરી વણી ગરમ તેલમાં તળી લેવી. હવે ગરમાગરમ પૂરીને બટાકા ની સુકી ભાજી, દહીં અને ચા સાથે સર્વ કરવી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes