નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ બેસન
  2. ૪ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીલીંબુ ના ફૂલ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧ ચમચીતેલ
  6. ચપટીહળદર
  7. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. ૧ ચમચીઇનો
  9. વઘાર માટે સામગ્રી
  10. ૨-૩ ચમચી તેલ
  11. ૧ ચમચીરાઈ
  12. લીલા મરચાં ઝીણાં સમારેલાં
  13. કઢી પત્તા
  14. ઝીણી સમારેલી કોથમીર
  15. ખાંડ નું પાણી કરવા માટે સામગ્રી
  16. ૧/૨બાઉલ પાણી
  17. ચપટીલીંબુ ના ફૂલ
  18. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બાઉલમાં બેસન ચાળી લો અને તેમાં લીંબુ ના ફૂલ, ખાંડ, મીઠું, હળદર, આદુ મરચાં ની પેસ્ટ, તેલ બધું નાંખી તેમાં થોડું થોડું પાણી ઉમેરી ખીરું બનાવવું (ખીરા માં લમ્પસ ના રહે તેનું ધ્યાન રાખવું અને ખીરું બનાવતી વખતે એક જ ડાયરેક્શન માં ફેરવવું)

  2. 2

    એક બાઉલ માં પાણી, ખાંડ અને લીંબુ ના ફૂલ નાખી ઓગાળી લો

  3. 3

    હવે ગેસ પર ઢોકળા ની કઢાઈ માં પાણી નાખી તેને ગરમ કરો અને ઢોકળા ની પ્લેટ પર તેલ લગાવી દો પાણી ગરમ થાય એટલે ખીરા માં ઇનો નાખી હલકા હાથે મિક્સ કરી તેને પ્લેટ માં પાથરી તેને ટેપ કરી કઢાઈ માં મૂકી તેને થવા દો થોડીવાર પછી ચપ્પુ કે ટુથપિક થી ચેક કરી લો સાફ આવે તો ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા

  4. 4

    ખમણ ઢોકળા થોડા ઠંડા થાય એટલે તેમાં ચપ્પુ ની મદદ થી કાપા પાડી લો અને તેમાં ખાંડ નું પાણી છાંટી દો હવે ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ચટકવા દો પછી તેમાં લીલા મરચાં નાખી ગેસ બંધ કરી લો અને તેને ખમણ ઢોકળા પર નાખી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
પર
India
I love cooking cooking my passion 🍴🔪❤️
વધુ વાંચો

Similar Recipes