ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RB3
#SVC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ગુજરાતી લોકોમાં ભીંડાનું શાક ખૂબ જ પ્રિય અને પ્રચલિત હોય છે. ભીંડાનું શાક ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ સ્વાદનું બનાવી શકાય છે. ભીંડાને તળીને કે વરાળમાં બાફીને અથવા તો તેલમાં સાંતળીને વાપરવામાં આવે છે. ભીંડી મસાલા રોટલી અથવા તો પરાઠા સાથે વધુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી ભીંડી મસાલા સબ્જી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 લોકો માટે
  1. 500 ગ્રામભીંડો
  2. 5 Tbspતેલ
  3. 1 Tspજીરુ
  4. 1/2 Tspહિંગ
  5. 1/2 કપસમારેલા ટમેટા
  6. 1 Tbspસમારેલા લીલા મરચા
  7. 1 Tbspલાલ મરચું પાવડર
  8. 2 Tbspધાણાજીરૂ
  9. 1/2 Tspહળદર
  10. 1 Tspગરમ મસાલો
  11. 2 Tbspદહી
  12. 1 Tspકસૂરી મેથી
  13. 2 Tbspસમારેલા લીલા ધાણા
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    ભીંડાને ચોખ્ખા પાણીથી ધોઈ સાવ કોરા કરી સમારી લેવાના છે. એક કડાઈમાં 2 Tbsp તેલ ગરમ કરી તેમાં આ ભીંડાને સાતળી સાઈડ પર રાખી દેવાનો છે.

  2. 2

    એક કડાઈમાં બાકીનું તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ ઉમેરી સમારેલા ટામેટા ઉમેરી ટામેટા પોચા થાય ત્યાં સુધી તેને કુક કરવાના છે. હવે તેમાં બધા જ મસાલા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાના છે.

  3. 3

    તેલ છૂટું પડે એટલે તેમાં દહીં ઉમેરી, સાતળીને તૈયાર કરેલો ભીંડો ઉમેરવાનો છે અને બરાબર રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  4. 4

    કસૂરી મેથી અને સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ભીંડાનું ગરમાગરમ શાક રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરી શકાય

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes