સુકા ભજીયા નું શાક (Suka Bhajiya Shak Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

ઉનાળામાં જ્યારે શાક બહુ જ ઓછા મળતા હોય ત્યારે આપણે જુદા જુદા શાક બનાવતા હોઈએ છીએ. જેમ કે વડી નું શાક, ગાંઠીયા નું શાક, પાટોડી નું શાક તેવી જ રીતે આજે ખંભાત સ્પેશ્યલ ભજીયા નું શાક બનાવ્યું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
#SD

સુકા ભજીયા નું શાક (Suka Bhajiya Shak Recipe In Gujarati)

ઉનાળામાં જ્યારે શાક બહુ જ ઓછા મળતા હોય ત્યારે આપણે જુદા જુદા શાક બનાવતા હોઈએ છીએ. જેમ કે વડી નું શાક, ગાંઠીયા નું શાક, પાટોડી નું શાક તેવી જ રીતે આજે ખંભાત સ્પેશ્યલ ભજીયા નું શાક બનાવ્યું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦થી૧૫ મિનિટ
બે વ્યક્તિ
  1. ૧ વાટકીસૂકા ભજીયા
  2. ૧ નંગ નાની ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  4. ૪-૫ કળી વાટેલું લસણ
  5. ૨ ચમચીતેલ
  6. 1/2 ચમચી રાઈ
  7. 1/2 ચમચી હળદર
  8. ૧ નંગઆખું લાલ મરચું
  9. ૨-૩ નંગ આખા લવિંગ
  10. ૨ નંગતમાલપત્ર
  11. ૧ થી ૧+૧/૨ ગ્લાસ પાણી
  12. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચી ધાણાજીરૂ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. ૧ નાની વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦થી૧૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા સુખપર દસ્તાથી અધકચરા ટુકડા કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં આખા લાલ મરચા, તમાલપત્ર,લવિંગ નાખો ત્યારબાદ તેમાં ડુંગળી,લસણ સાંતળો. તેમાં ટામેટા ઉમેરી બે મિનિટ થવા દો એટલે તેમાંથી થોડું તેલ છૂટું પડવા માંડશે.

  3. 3

    હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં સૂકા ભજીયા નાંખી પ‌ થી ૭ મિનિટ સુધી થવા દો. હવે તેમાં લાલ મરચું અને ધાણાજીરું ૨ મિનિટ સુધી થવા દો. ગેસ બંધ કરી કોથમીર ભભરાવી દો. તૈયાર છે ખંભાતના સ્પેશિયલ સૂકા ભજીયા નું શાક. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તે ખાઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes