અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઆખું મીઠું
  2. 200 ગ્રામપાંદડી વાળું મરચું
  3. 100 ગ્રામમેથી ના કુરીયા
  4. 25 ગ્રામકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનહળદર
  6. 25 ગ્રામહિંગ
  7. 100મિ.લી સીંગતેલ
  8. 50મિ.લી દિવેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આખું મીઠું મિક્સર જારમાં લઈ તેને દરદરુ વાટી લેવું.

  2. 2

    હવે અચાર મસાલો બનાવવા માટે ની ઉપર ની સામગ્રી ની તૈયારી કરી લેવી.

  3. 3

    હવે સિંગતેલ ને ગરમ કરવા મૂકો. અને બીજી બાજુ એક કથરોટ માં પહેલા મેથીના કુરીયા નાખવા. તેની ઉપર હળદર ઉમેરી અને વચ્ચે ખાડો કરી તેમાં હિંગ નાંખવી. તેલમાંથી વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરવું. પછી ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દેવું. પછી એ તેલ હિંગ ઉપર રેડી તરત ડીશ ઢાંકી દેવી.

  4. 4

    8 થી 10 દસ મિનિટ પછી ઠંડુ થાય એટલે તેમાં આખું મીઠું,પાંદડી વાળું મરચું, કાશ્મીરી લાલ મરચું પાઉડર, દિવેલ નાખી બરોબર મિક્સ કરી લેવું.

  5. 5

    આ તૈયાર થયેલો અચાર મસાલો ગુંદા ના અથાણા માં, ખાટી કેરી ના અથાણાં માં, ચણા મેથી ના અથાણાં માં વાપરી શકાય છે. અને આ મસાલો ખીચું,ખાખરા, કપુરીયા, ઢોકળા મા પણ ઉપયોગમાં લઇ શકાય છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes