ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#DTR
દીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે,

ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

#DTR
દીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ કપબેસન
  2. ૧ કપઅડદ નો ઝીણો લોટ
  3. ૧/૪ ટીસ્પૂનહળદર
  4. ચપટીહિંગ
  5. અટામણ માટે મેંદો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ગ્લાસપાણી
  8. ૨ ટીસ્પૂનતેલ
  9. તળવા માટે તેલ
  10. ૨ ટીસ્પૂનસંચળ પાઉડર
  11. દોઢ ટીસ્પૂન લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં બન્ને લોટ ને ચાળી લો, ત્યાર બાદ એક કઢાઈમાં મીઠું શેકી લો, તેમાં પાણી રેડીને થોડું ઉકળવા દો, ત્યાર બાદ લોટ માં હળદર અને હિંગ નાખી સાધારણ કઠણ બાંધવો, લોટને પરાઈ વડે થોડો કુટી લેવો જેથી સરસ સુંવાળો બને

  2. 2

    ત્યારબાદ લોટને સારી રીતે ખેંચીને વાટા બનાવવા તેના નાના લુવા બનાવવા અટામણ લઈ પાતળો રોટલો વણી લો, હવે ગેસ પર તેલ ગરમ કરો

  3. 3

    તેના પાતળા કાપા પાડી ચોળાફળી તળી લો, આ ચોળાફળી એકદમ સોફ્ટ અને ક્રીસ્પી લાગે છે

  4. 4

    મરચું, સંચળ પાઉડર મિક્સ કરી ચોળાફળી પર છાંટી લો, ઠંડી પડે એટલે ઍરટાઈટ ડબ્બામાં ભરી લો, આ ચોળાફળી નાસ્તામાં ફુદીના ની ચટણી કે ચા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes