મિક્સ ભાજી મુઠીયા (Mix Bhaji Dumplings Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#WLD
#MBR6
Week 6
આ મુઠીયામાં મિક્સ ભાજી જેવી કે તાંદલજા, મેથી, મોરિંગા,કોથમીર, લીલું લસણ અને લીલા મરચા તેમજ આદુ, લીંબુ ઉમેરી મુઠીયા બનાવ્યા છે જે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. મેં ઘઉં, ચણા તેમજ ચોખાનો લોટ ઉમેરીને બનાવ્યા છે જે અતિ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બન્યા છે...કેલ્શિયમ,આયર્ન અને પ્રોટીન થી ભરપુર મુઠીયા જરૂર ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યકિત
  1. 1જુડી તાંદલજા ની ભાજી
  2. 1 કપલીલી મેથીના પાન
  3. 1 કપમોરિંગા ના પાન (સરગવા ના)
  4. 1 કપસમારેલી કોથમીર
  5. 1/2 કપલીલું લસણ
  6. 1 કપચણા નો લોટ
  7. 1 કપઘઉં નો લોટ
  8. 1 કપચોખાનો લોટ
  9. 3ટે.સ્પૂન તેલ મ્હોન માટે
  10. 3 ચમચીખાંડ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. 4 ચમચીદહીં
  13. 3 ચમચીસફેદ તલ
  14. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  15. 2 ચમચીલાલ લસણની ચટણી
  16. 1 ચમચીહળદર
  17. જરૂર મુજબ મીઠું
  18. 1 ચમચીકુકિંગ સોડા
  19. 3ટે.સ્પૂન તેલ વઘાર માટે
  20. 1 ચમચીરાઈ
  21. 1 ચમચીજીરૂ
  22. 2 ચમચીઅથાણાં નો મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી ભાજી ધોઈ સમારી અને એક મોટા તાસ માં લઈ લો...

  2. 2

    હવે લીલું લસણ પણ સમારીને લઈ લો. ભાજીમાં બધા મસાલા તેમજ દહીંમાં લાલ લસણની ચટણી ઘોળી ને ઉમેરો...ત્રણેય લોટ, મહોન મીઠું, કુકીંગ સોડા, ખાંડ,લીંબુ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો.

  3. 3

    ગેસ પર એક સ્ટીમર માં પાણી ગરમ મૂકો...તેલ વાળો હાથ કરી ડૉ માં થી મનપસંદ સાઈઝ ના મુઠીયા વાળી ને ચારણી ગ્રીસ કરી બાફવા મૂકો 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લો.

  4. 4

    મુઠીયા બફાઈ જાય એટલે એક કડાઈમાં વઘારનુ તેલ મૂકી વઘારની સામગ્રી ઉમેરો... રાઈ જીરું ફૂટે એટલે મુઠીયા સમારીને વઘારી દો...થોડા ક્રિસ્પી થાય એટલે અથાણાં નો મસાલો ઉમેરીને મિક્સ કરવા માટે ચલાવો...મિક્સ ભાજીના ગરમા ગરમ મુઠીયા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes