સૂકી ચોળી નું શાક(suki choli nu shak in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#COOKPAD Gujarati
ઉનાળો આવતા જ શાકભાજી ની તકલીફ પડે છે એવા સમયે અલગઅલગ કઠોળ દાળ નો સમાવેશ કરી શકાય છે અને વિવિધ કઠોળના ઉપયોગ કરી શકાય

સૂકી ચોળી નું શાક(suki choli nu shak in gujarati)

#COOKPAD Gujarati
ઉનાળો આવતા જ શાકભાજી ની તકલીફ પડે છે એવા સમયે અલગઅલગ કઠોળ દાળ નો સમાવેશ કરી શકાય છે અને વિવિધ કઠોળના ઉપયોગ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસૂકી ચોળી
  2. 2ટામેટાં 1 ડુંગળી
  3. 3ચમચા તેલ
  4. 1તમાલપત્ર 1સૂકું મરચું મીઠો લીમડો બાદીયો 1
  5. 1/2 ચમચીહિંગ
  6. 2 ચમચીલસણ ની ચટણી અધિચમચી હળદર 1ચમચી ધાણાજીરું સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીચણા લોટ
  8. 1 ચમચીખજૂર આંબલી ની ચટણી (તમે ગોળ લીંબુનો પણ ઉપયોગ કરી શકો)
  9. 1/2 ચમચીગરમ મસાલો કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોળી ને ધોઈ પાણી માં પલાળી દેવી 4થી 5 કલાક માટે હવે તે પાણી કાઢી હળદર મીઠું ઉમેરી કુકર માં 3 સિટી કરી બાફી લેવી

  2. 2

    હવે ટામેટાં ની પ્યુરી કરી લેવી ડુંગળી સમારી લેવી તેમજ લસણ ની ચટણી હળદર મીઠું ધાણાજીરું ને પાણી માં પલાળી લેવું

  3. 3

    હવે તેલ ગરમ મૂકી ખડા મસાલા નો વઘાર કરવો તેમાં ડુંગળી ઉમેરી સાંતળવી હવે તેમાં લસણ નો પલાળેલ મસાલો ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાતળવું હવે ટામેટાં પ્યુરી ઉમેરી દેવી અને ઉકળવા દેવું ઉકલે એટલે બાફેલી ચોળી ઉમેરવી

  4. 4

    હવે તેમાં ચણા નો લોટ માંથોડું પાણી ઉમેરી તે શાક માં ઉમેરવું અને થોડું ઉકાળવું ખજૂર આંબલી ની ચટણી પણ ઉમેરવી છેલ્લે ગરમ મસાલો કોથમીર ઉમેરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes