ચોકલેટ મફિન્સ

#બર્થડે
તમારા બાળક ના જન્મદિન ના પ્રસંગ નિમિતે બનાવો આ સરળ ચોકલેટ મફિન્સ. આ એક પ્રકાર ની બેકરી આઇટમ છે. આ કપ કેક જેવી જ હોય છે પણ તેમાં આઇસિંગ કે ફ્રોસ્ટિંગ હોતું નથી. તમે આ મફિન્સ ને ૫-૬ દિવસ સુધી ઓરડા ના તાપમાને રાખી શકો છો.
ચોકલેટ મફિન્સ
#બર્થડે
તમારા બાળક ના જન્મદિન ના પ્રસંગ નિમિતે બનાવો આ સરળ ચોકલેટ મફિન્સ. આ એક પ્રકાર ની બેકરી આઇટમ છે. આ કપ કેક જેવી જ હોય છે પણ તેમાં આઇસિંગ કે ફ્રોસ્ટિંગ હોતું નથી. તમે આ મફિન્સ ને ૫-૬ દિવસ સુધી ઓરડા ના તાપમાને રાખી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં મેંદો, બૂરું ખાંડ, કોકો પાઉડર, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી ને મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ આ બધી સૂકી સામગ્રી ને ૨ વાર મેંદો ચાળવા ની ચારણી વડે ચાળી લો.
- 3
હવે ઈડલી કૂકર માં નીચે રેતી અથવા મીઠું પાથરી લો.
- 4
તેને ઢાંકી ને ૧૦-૧૫ મિનિટ સુધી ધીમા તાપે પ્રી હિટ કરવા મૂકો.
- 5
હવે એક બીજા બાઉલ માં બટર નાખી ને તેનો રંગ આછો પડે ત્યાં સુધી ફેટી લો.
- 6
ત્યાર બાદ તેમાં દૂધ નાખી ને ફરી થી ફેટી લો
- 7
હવે તેમાં બધી સૂકી સામગ્રી નાખી ને સ્પેચૂલા ની મદદ થી કટ એન્ડ ફોલ્ડ ટેકનિક ની મદદ થી મિક્સ કરી લો.
- 8
હવે કપ કેક ના મોલ્ડ ને બટર વડે ગ્રીસ કરી લો.
- 9
તેમાં અડધે સુધી બેટર ભરી લો અને ટેપ કરી લો.
- 10
હવે કૂકર માં એક સ્ટેન્ડ મૂકી તેના ઉપર એક ડિશ મૂકો અને તેના ઉપર મોલડ મૂકો.
- 11
તેને ઢાંકી ને ૨૦ મિનિટ સુધી ધીમા મધ્યમ તાપે બેક કરો.
- 12
૨૦ મિનિટ પછી તુથપિક ની મદદ થી ચેક કરી લો.
- 13
જો તુઠપિક સાફ બહાર આવે તો મફિન્સ તૈયાર છે અથવા તેને ૫-૧૦ મિનિટ ફરી બેક કરવા મૂકો.
- 14
મફિન્સ જેમ ધીમા તાપે તૈયાર થશે તેમ સ્વાદિષ્ટ બનશે.
- 15
અને બેક કરતી વખતે વારંવાર કૂકર ખોલી ને જોવું નહિ જો તમે આમ કરશો તો મફિન્સ કાચી રહી જશે અને કડક બનશે.
- 16
હવે તૈયાર થયેલ મફિન્સ ને ઠંડી પડવા દઈ મોલ્ડ માંથી કાઢી લો.
- 17
તમે આ મફિન્સ ને ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો.
- 18
ચોકલેટ મફિન્સ તમારા બાળક ના જન્મદિન માં સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ