બાજરા ની ખિચડી (Bajra Khichdi Recipe In Gujarati)

#WK1
શિયાળા ની ઋતુ સેહત બનાવવા ની ઋતુ છે. આ ઋતુ માં શરીર ને ગરમી આપે એવો ખોરાક લેવામાં આવે છે. બાજરા ની ખિચડી એ એવી વાનગી છે જે ખાસ કરિને શિયાળા માં ખાવા માં આવે છે. આખી બાજરી અને મગ ની દાળ આના મુખ્ય ઘટક છે.તેને દહીં, છાશ કે કાઢી સાથે પીરસવામાં આવે છે. મેં અહી બાજરા ખિચડી ને પકોડા વાળી કઢી સાથે સર્વ કરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ને સારી રીતે ધોઈને એક રાત પાણીમાં પલાળી રાખો.
- 2
બીજે દિવસે તેને મિક્સી જાર માં લઇ અધકચરી પીસી લો.
- 3
મગ ની દાળ એક કલાક માટે પાણીમાં પલાળી રાખો.
- 4
કૂકર માં ઘી ઉમેરી ગરમ થાય એટલે રાઈ અને જીરૂ ઉમેરી તતડી જાય એટલે લીલા મરચાં ઉમેરી દો. હવે પીસેલી બાજરી ઉમેરી તેના કરતા પાંચ ગણું પાણી ઉમેરી મગ ની દાળ ઉમેરી દો.
- 5
સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો.
- 6
5-7 વ્હિસલ કરી લો.
- 7
તો તૈયાર છે બાજરી ની ખીચડી..પીરસતી વખતે ઉપર ઘી ઉમેરી કાઢી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ