પાલક પનીર પરોઠા

હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે.
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે.
રાંધવાની સૂચનાઓ
- 1
1 તપેલા માં પાણી ગરમ કરી પાલક ને બ્લાન્ચ કરી લો. પાણી નિતારી ને પાલક ને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો.
- 2
1 પરાત માં લોટ, 1/2 ચમચી તેલ, મીઠું અને પાલક ની પેસ્ટ લો. કણક તૈયાર કરો. જરૂર લાગે તો પાણી ઉમેરો અને મધ્યમ સોફ્ટ કણક તૈયાર કરો. બાકી ના તેલ થી મસળી લો.
- 3
પનીર અને ચીઝ ને ખમણી અને બધા મસાલા એક મિક્સિંગ બાઉલ માં લો અને મિક્ષ કરો. (તમે ઝીણા સમારેલા ડુંગળી અને લસણ પણ ઉમેરી શકો.)
- 4
હવે કણક માંથી 1 લુવો લઈ વણી લો. તેમાં તૈયાર મસાલો ભરી બંધ કરી ફરી હલકે હાથે વણી લો.
- 5
ગરમ તવા પર બટર થી બને બાજુ બરાબર શેકી લો.
- 6
તો પરોઠા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)