ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ

એક વાટકી ચોખાના લોટમાં આપણે 50 થી 60 નંગ પાપડ ઝટપટ બનાવી શકીએ છીએ
ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
એક વાટકી ચોખાના લોટમાં આપણે 50 થી 60 નંગ પાપડ ઝટપટ બનાવી શકીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
જે કપથી લોટ લીધો હોય તે જ કપ થી પાણી લઈ 4 કપ પાણી એક તપેલામાં ઉકાળવા મૂકો તેમાં જીરું પાવડર ઉમેરો. બીજા અન્ય એક વાસણમાં બે વાટકા પાણી લઈ તેમાં ચોખાનો લોટ ઉમેરી ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરો
- 2
પાણી ઉકળે એટલે તેમાં ચોખાનું તૈયાર કરેલ બેટર ધીરે ધીરે ઉમેરે ધીરા તાપે હલાવતા રહો. ધીરે ધીરે તે ઘટ્ટ થતું જશે. એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરો ચમચા ઉપર બેટર લઈ વચ્ચે લાઈન દોરી જુઓ તો આટલું થીક થાય એટલે પાપડ માટે બેટર તૈયાર છે.
- 3
પાંચ દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી પ્લાસ્ટિક સીટ ઉપર ચમચા વડે પાપડને આપણે જે સાઈઝમાં બનાવવા હોય તે સાઈઝના પાથરો. પછી તેને તડકે સૂકવી દો એકદમ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો
- 4
જ્યારે પણ જોઈએ ત્યારે ગરમ તેલમાં તળી લો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ