મેંગો રવા કેસરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં રવો ઉમેરીને ધીમા તાપે શેકો. સોનેરી થાય અથવા શેકાઈ ગયા ની સરસ સુગંધ આવે ત્યાં સુધી થવા દો. બીજી બાજુ તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.
- 2
રવો બરાબર શેકાય એટલે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં મેંગો પલ્પ ઉમેરીને મિક્સ કરો. પાણી શોષાઈ જાય એટલે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ ઉમેરી મિક્સ કરો.
- 3
ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો. છેલ્લે ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરો. બદામ ની કતરણ અને અખરોટ ના ટુકડા ભભરાવો.(બદામ ને ગરમ પાણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી તેની છાલ ઉતારી પાતળી કતરણ કરો). તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ મેંગો રવા કેસરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9268483










ટિપ્પણીઓ