પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)

પનીર ની વેરાયટી બધા ને અમારા ધરે ભાવે છે.
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
પનીર ની વેરાયટી બધા ને અમારા ધરે ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેરીનેટ કરવા એક બાઉલમાં સરસીયા નું તેલ અને કાશ્મીરી મરચું પાઉડર મિક્સ કરો પછી તેમાં ચણાનો લોટ,ગરમ મસાલો, સંચળ, આદુ લસણની પેસ્ટ, લીંબુ, અજમો, દહીં,ચાટ મસાલો, કસુરી મેથી અને મીઠું નાખી મિક્સ કરી પછી તેમાં પનીર નાખી મિક્સ કરી અને ૧૫ થી ૨૦ મીનીટ તેને રેસ્ટ આપો.
- 2
લોટ બાંધવા માટે એક પેનમાં મેંદા નો લોટ લ્યો પછી તેમાં ખાંડ, મીઠું અને ઘી નાખો પછી તેને નવશેકા પાણીથી લોટ બાંધો. હવે તેને ૧૫ થી ૨૦ મીનીટ રેસ્ટ આપો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં મેરીનેટ કરેલા પનીર ઉમેરો. પછી તેને ૫ મિનિટ ચઢવા દો. પછી તેમાં લાંબા સમારેલા કેપ્સીકમ, લાંબા સમારેલી ડુંગળી ઉમેરી અને ચપટી મીઠું ઉમેરી ચડવા દો. પછી તૈયાર થઈ જાય એટલે તેમાં એક વાટકી રાખો. વાટકી માં ગરમ કોલસો મૂકો અને ઉપર થી ગરમ ઘી નાખો અને તરતજ પેન ઢાંકી નાખો તેથી તેમાં સ્મોકી ફ્લેવર આવી જાય.
- 4
પછી લોટ નો એક લોઈયો બનાવી રોટલી વણી સેકી ને ઉતારી લો.પછી રોટલી પર મેયોનીઝ લગાવી અને તેના ઉપર કાઢી કબાબ મૂકો. પછી તેના ઉપર ડુંગળી અને સોસ થી ગાર્નિશ કરો.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (3)