રવાનો શિરો

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

રવા નો શિરો તો ઘણી જગ્યાએ ને ઘણા ગુજરાતી ઘરો મા થતો જ હોયછે તે પણ ઘણાને બપોરના સમયે જમવામાં કઈક ને કઈક સ્વીટ જોઈએ જ તો હમણાથી આ કોરોના વાઇરસ ને લીધે કોઈ પણ ઠન્ડી સ્વીટ તો લેવાય જ નહીં જેમકે શીખન્ડ મઠ્ઠો આવી કોઈ પણ વસ્તુ ના લેવાય તો આજે જે ગરમ ને સાત્વિક પણ ને ઘરનું તો ખરીજ ઘરમાં શિરો બનાવ્યો છે તો ચાલો તેની રીત જાણી લઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રવો એક વાટકી
  2. દેશી ઘી જરૂર પ્રમાણે
  3. ખાંડ જરૂર પ્રમાણે
  4. પાણી જરૂર પ્રમાણે
  5. ડ્રાય નટ્સ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને લઈને સાફ કરીને તેને એક કડાઈ કે મોટા ને જાડા તળિયા વાળા વાસણમાં ઘી જરૂર પ્રમાણે લેવું તેને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં આ રવો નાખી શેકવો તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેમાં જરૂર પ્રમાણે ગરમ પાણી નાખવું આ ફોટા મેં લીધા છે પણ નેટ વર્ક ડાઉન છે તેને લીધે ફોટા નથી મુક્યા તો પ્લીઝ શોરી પણ મેં તેની રીત લખીછે ત્યારબાદ તેમાં તેમાં ખાંડ નાખવી ખાંડનું પાણી ને જે પાણી નાખ્યું હતું તે બડી જાય ને તે શિરો હલાવતા હલાવતા કડાઈ ને છોડે ને ઘી છૂટે ત્યારે તે થઈ ગયો સમજવો

  2. 2

    ત્યાર બાદ તેમાં કિસમિસ નાખી ને મિક્સ કરવો તેમાં એલચી પાવડર પણ નાખી શકાય છે પણ મેં નથી નાખી મરા ઘરમાં અમુક લોકોને નથી ભાવતી ને બાકીના ડ્રાય નટ્સ પણ તમને ગમતાં નાખી શકાય છે

  3. 3

    તો તૈયાર છે શિરો તેને મેં બદામ ને જિણી સમારી ને ગાર્નિશ કર્યો છે રો ગરમા ગરમ શિરો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes