મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા (20 મિનિટ સુધી પલાળી રાખો)
  2. 2સમારેલી ડુંગળી
  3. 1સમારેલું ટમેટું
  4. 1/2 કપવટાણા
  5. 1/4 કપસમારેલી ફણસી
  6. 2 ચમચીબેબી કોર્ન (નાખવું હોય તો)
  7. 2 ચમચીસમારેલી ગાજર
  8. 1 ચમચીલસણની પેસ્ટ
  9. 1 ચમચીઆદુની પેસ્ટ
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીહળદર
  12. 2 ચમચીપુલાવ મસાલો
  13. 2-3 ચમચીઘી
  14. 1 ચમચીજીરૂ
  15. તજ
  16. 2-3આખી ઈલાયચી
  17. 4-5લવિંગ
  18. તમાલપત્ર
  19. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. કૂકરમાં ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં અને આખા મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.હવે ડુંગળી ઉમેરો 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  2. 2

    હવે ટમેટું ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે સૂકા મસાલા ઉમેરી 3 થી 4 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ ચોખા ધોઈ ને ઉમેરો.હવે 2 થી 2+1/2 કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો. ઢાંકણ ઢાંકી 2 સીટી વગાડી લો અને 5 મિનિટ સુધી ધીમા તાપે થવા દો. હવે ગેસ બંધ કરી દો.

  4. 4

    કૂકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી પુરાઈ બરાબર મિકસ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes