રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)

અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.
આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.
આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.
આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે.
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.
આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.
આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.
આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો, લોટ કઠણ જ રાખવો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. એ દરમિયાન પાત્રા ધોઈને સાફ કરી લો.
- 2
હવે પાત્રા ઉપર લોટ લગાવી રોલ કરી લો. આ રીતે બધા પાતાના રોલ કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા પાતરાના રોલ મૂકી દો. ગેસની ફલેમ ધીમી રાખવી. 5 થી 7 મિનિટ બાદ રોલ ફેરવી લો. આ રીતે 5 થી 7 મિનિટ બાદ પાત્રા ફેરવતા રહેવું.
- 4
આ રીતે પાત્રા બધી બાજુ શેકી લો. તૈયાર છે ઉછાળેલા / રોસ્ટેડ મીની પાત્રા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા
#ગુજરાતી ફરસાણ. બાફેલા પાત્રાના વીટા જે વઘાર કરી તેમજ તળીને પણ બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે રસ સાથે પાત્રા કે ઈદડા હોય છે. આ બાફેલા પાત્રા તમે ફ્રીઝમાં પણ ૮ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. તૂરીયા સાથે બનાવેલ શાક તૂરીયા-પાત્રા ઘણું જ સરસ લાગે છે. Urmi Desai -
કડક પાત્રા(Kadak Patra Recipe in Gujarati)
#goldenapron_3 #week_6 #Ginger#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૮પાત્રા બાફેલા, વઘારેલા અને તળેલા એમ ત્રણ પ્રકારના બનાવી શકાય છે. મારાં ઘરમાં તળેલા પાત્રા સૌથી વધારે પસંદ કરે છે એટલે આજે મેં બજારમાં મળતા કડક પાત્રા બનાવ્યા છે. જે પાત્રાના કાચા વીટામાથી બનાવ્યા છે. Urmi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ફ્રાય બેસન પાત્રા(fry patra recipe in Gujarati)
#સાતમરેસિપીઅળવી નાં પાન નો ઉપયોગ કરી ભજીયા .. કે ..પછી પાત્રા જે પણ રીતનો ઉપયોગ કરવો હોય કરી શકાય. . આ ગુજરાતી લોકો ની ટ્રેડિશનલ વાનગી ગણી શકાય...છઠ્ઠ સાતમ માં અમારે પાત્રા બનાવવાના જ હોય ..એમ તો પાત્રા બાફીને કે તરીને ગમે એ રીતે ખાઈ શકાય...સાતમ ના દિવસે ટેસ્ટ ફૂલ ખાવા મળે અને તરેલા હોય તો બગડતા નથી. સો આજે મે બેસન ના પાત્રા બનાવ્યા છે... Twinkal Kalpesh Kabrawala -
તુરીયા પાત્રા (Turiya Patra recipe in Gujarati)
આ એકદમ સામાન્ય વસ્તુઓ ને વાપરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી રેસીપી છે. હું પાત્રા ને અલગથી બાફતી નથી એને શાકની સાથે ધીમા તાપે ચડવા દઉં છું. એના લીધે એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ શાક ને રોટલી અથવા રાઈસ સાથે પીરસી શકાય પણ મને તો એમનેમ જ ખાવાનું ખૂબ જ પસંદ છે.#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#post19 spicequeen -
પાત્રા (Patra recipe in Gujarati)
#MVF અળવી નાં પાન ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેમાં બનતાં પાત્રા એ પ્રખ્યાત તાજું ફરસાણ છે.જેને પતરવેલિયાં પણ કહેવાય છે.આ વાનગી મુખત્વે અળવી નાં પાન પર ચણા નો લોટ,આંબલી નું પાણી અને મસાલા માંથી કરેલ લગાડી વીટા વાળી ને બનાવાય છે.પશ્ર્ચિમ ગુજરાત બાજુ વધારે ખાવા માં આવે છે.એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
ફ્રાઇડ પાત્રા (Fried Patra Recipe In Gujarati)
#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ અળવી નાં પાન ની ઉપર બેસન લગાવી, રોલ કરી, વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. આમાં ગોળ આંબલી નો ખાટો મીઠો સ્વાદ ખૂબ સરસ લાગે છે. બાફેલા પાત્રા ના કટકા કરી વઘારી ને કે તળી ને સર્વ કરી શકો. Dipika Bhalla -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
-
ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)
અળવીના પાનમાંથી બનતા પાત્રા એ ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે પાત્રા બાફીને પછી તેને વધારીને અથવા તો શેલો ફ્રાય કરીને વાપરતા હોઈએ પરંતુ અહીંયા મેં આજે જે રેસીપી શેર કરી છે એમાં કાચા જ પાત્રા તળીને એકદમ ક્રિસ્પી પાત્રા બનાવ્યા છે. આ પાત્રા બારડોલીના ફેમસ પાત્રા જેવા બન્યા છે. ચા કે કોફી સાથે વરસાદ ના મોસમમાં માણવા જેવો આ એક પરફેક્ટ નાસ્તો છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
પાત્રા નાં પાન ના ઢોકળા (Patra Paan Dhokla Recipe In Gujarati)
પાત્રા નાં પાન ઘણાં હતાં એટલે પાત્રા તો બહુ કરતા જ હોઈ એ .મને થયું કંઈક નવું કરું એટલે ચણા ના લોટ નું ઢોકળું કરીયે એમાં પાન છીણી ને નાખીને કર્યા Pankti Baxi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ નિમિત્તે અળવીનાં પાન ના પાત્રા જરૂર બનાવું અને સાતમની થાળીમાં ફરસાણ માં સર્વ કરીએ. Dr. Pushpa Dixit -
બાફેલા પાત્રા (Bafela Patra Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeઅળવી નાં બાફેલા પાત્રા.ઓઇલ વગરની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
🍃પાત્રા (Patra Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરસેફ૩#વીક૩#મોનસુનવરસાદ વરસતો હોય ત્યારે એમ તો આપણને ગરમ ગરમ ભજીયા ,મકાઈ , મસાલેદાર ચા☕, કે આજ ના બાળકો ને ચાઈનીઝ યાદ આવે છે. પણ ટ્રેડિશનલ વાનગી ઓ પણ એવી ઘણી છે જે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે છે. અળવી નાં પાત્રા ને આમ તો આપડે બાફીને કે તળી ને ખાતા હોય એ.પણ અમારે ત્યાં એને માટી ના વાસણ માં પણ બનાવે છે. આ વાસણ ને અમારા વડીલો એને ગીતામ ડું ના નામે પણ ઓળખે છે. આ વાસણ માં બનેલ વાનગી નો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. એકદમ તંદૂરી ઈફ્ફેક્ટ વાલા બને છે. વરસતા વરસાદમાં આ પાત્રા બનતા હોય છે એની સુગંધ જ એટલી સરસ આવતી હોય છે કે એને ખાધા વગર તો કોઈ રેઇ જ ના શકે. Kunti Naik -
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
ઉપવાસ મા કંદ અને સામા મોરૈયા ની વિવિધ વાનગીઓ ખાઈએ છીએ, પણ અળવી ના પાત્રા ચા સાથે નાસ્તામાં કે ડીનર માં ખાવાની ખૂબ મજા આવે છે, પાચન મા સરળ રહે છે Pinal Patel -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
"પાત્રા"(patra recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોસૅ/લોટ પોસ્ટ3પાત્રા મારી favorit વાનગી છે ગમે ત્યારે જમવામાં જો પાત્રા હોય તો હું sweet છોડી દઉ અને પાત્રા જ ખાઉ.એટલા મને like છે.તેથી કરીને હું પાત્રાની રેશિપી લઈ આવી છું Smitaben R dave -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (9)