બ્રોકલી પીસ સૂપ (Broccoli peas soup Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week20
#Soup

ફ્લાવર ગોબી જેવી બ્રોકોલીનો રંગ ડાર્ક લીલો અને એના ફૂલ ફ્લાવર કરતાં એકદમ જીણાં હોય છે. આપણાં દેશમાં એ વધારે પ્રમાણમાં નથી ઉગાડાતી પણ આજકાલ એ બજારમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી ફાઇબર, કેલ્સિયમ, ફોલેટ અને ફિટોન્યુટ્રિયન્ટસથી ભરપૂર હોય છે. ફિટોન્યુટ્રિયન્ટસથી હૃદયરોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કૅન્સરની સંભાવનામાં ઘટાડો થાય છે. બ્રોકોલીમાં વિટામિન સી અને બેટાકેરોટીન પણ હોય છે.

૧૦૦ ગ્રામ બ્રોકોલીમાં રોજની જરૂરિયાત કરતા ૧૫૦ ટકા વધારે આયર્ન સી રહેલું હોય છે, જે સામાન્ય શરદીને દૂર રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં સલ્ફોરફેન નામનું તત્ત્વ રહેલું છે જેને કેન્સર વિરોધી ગણવામાં આવે છે. બ્રોકોલીને પણ હળવા તાપે પકાવવું જોઇએ. વધારે પ્રમાણમાં બાફવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. આ ખાવાથી ઓસ્ટિઓઆર્થારિટિસ નામનો રોગ નથી થતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2લીલાં વટાણા
  2. 1 કપબ્રોકલી
  3. 1ઝીણી સમારેલી ડુંગળી
  4. 2 ચમચીબટર
  5. 1 ચમચીમેંદો
  6. 1/2 કપદૂધ
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીસમારેલું લસણ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1 ચમચીતાજી મલાઈ/ક્રીમ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રોકલી ના ટુકડા અને વટાણા પાણીમાં બોઈલ કરી લો. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો પેસ્ટ તૈયાર કરી લો. એક પેનમાં બટર ઓગળે એટલે તેમાં લસણ ઉમેરો અને સાંતળી લો.

  2. 2

    હવે સમારેલી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે મેંદો ઉમેરો 3 થી 4 મિનિટ સુધી સાંતળો. હવે દૂઘ ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  3. 3

    2 થી 3 મિનિટ બાદ મરી, મીઠું અને તૈયાર પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે 2 કપ પાણી ઉમેરી 5 થી 7 મિનિટ સુધી થવા દો.

  4. 4

    તૈયાર થયેલ સૂપ સર્વીંગ બાઉલમાં કાઢી લો. તાજી મલાઈ વડે અને મરી ભભરાવીને ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes