ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

ચીકુ ચોકલેટ હલવો
#Cooksnap

આ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે.

ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએ
પણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .

ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે.

ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છે

ચીકુ ના ફાયદા:
રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા

➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.
➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.
➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે.
➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.
➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.
➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
  1. 750 ગ્રામચીકુ
  2. 1/2 કપઘી
  3. 1/2 કપકોકો પાઉડર
  4. 1/2 વાટકીખાંડ
  5. 1/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  6. 1પેકેટ મિલ્ક પાઉડર
  7. 1/2 કપકાજુ બદામ પિસ્તા ની કતરણ
  8. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  9. ચપટીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચીકુ ધોઈ છાલ ઉતારી સમારી લો. બાકીની સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં ઘી ગરમ કરો.

  2. 2

    હવે સમારેલા ચીકુ ઉમેરો અને સતત હલાવતા રહો. 10 થી 15 મિનિટ સુધી હલાવતા રહો જેથી ચીકુ એકરસ થઈ જાય.

  3. 3

    હવે 1/4 કપ ડ્રાય ફ્રુટ કતરણ, કન્ડેન્સ્ડ મિલ્ક, કોકો પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ બાદ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ખાંડનુ પાણી બળી જાય એટલે જાયફળ પાઉડર ઉમેરીને ગ્રીસ કરેલા કન્ટેનર માં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી દો. ઉપરથી ઘી ઉમેરવું હોય તો 20 થી 25 મિનિટ બાદ ઉમેરો અને સેટ થવા દો.

  5. 5

    ઠંડુ થાય એટલે કાપા પાડી ટુકડા કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes