રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)

રાજસ્થાની ભોજન ખૂબ જ સરળ અને સામાન્ય વસ્તુઓથી બની જાય છે. પાણીની અને તાજા શાકભાજી ની અછત ની અસર રાજસ્થાની ભોજન શૈલી પર સાફ દેખાય છે. એ જ કારણના લીધે રાજસ્થાની વાનગીઓ બીજા પ્રાંતો ની વાનગીઓ કરતા અલગ પડે છે. ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનતી રાજસ્થાની વાનગીઓ બનાવવાની રીત એકદમ અલગ છે તેમ જ આ વસ્તુઓ ખૂબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ હોય છે.
મેં અહીંયા રાજેસ્થાની ખોબા રોટી, દહીં પાપડ નું શાક અને મિર્ચી કે ટિપોરે ની વાનગીઓ ની રેસિપી શેર કરી છે.
ખોબા રોટી બનાવવામાં સરળ છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે પરંતુ એને બનાવવામાં વધારે સમય લાગે છે. સમય અને ધીરજથી આ રોટી ઘણી સરસ રીતે બનાવી શકાય.
રાજસ્થાની પાપડ ની સબ્જી ટામેટા અને દહીં ની ગ્રેવી માં બનાવવામાં આવે છે જે એકદમ અલગ સ્વાદ આપે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. ઓછા સમયમાં અને શાકભાજીના અભાવમાં બનાવી શકાય એવી આ એક ખુબ જ સરસ રેસીપી છે.
મિર્ચી કે ટિપોરે મરચા માંથી બનાવવામાં આવતી એક સાઈડ ડીશ છે જે આખા ભોજનને એક અલગ સ્વાદ આપે છે. એકદમ ઓછા સમયમાં બની જતી આ એકદમ સરળ અને ચટપટી રેસીપી છે.
#GA4
# week25
#cookpadindia
#cookpad_gu
રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
રાજસ્થાની ભોજન ખૂબ જ સરળ અને સામાન્ય વસ્તુઓથી બની જાય છે. પાણીની અને તાજા શાકભાજી ની અછત ની અસર રાજસ્થાની ભોજન શૈલી પર સાફ દેખાય છે. એ જ કારણના લીધે રાજસ્થાની વાનગીઓ બીજા પ્રાંતો ની વાનગીઓ કરતા અલગ પડે છે. ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનતી રાજસ્થાની વાનગીઓ બનાવવાની રીત એકદમ અલગ છે તેમ જ આ વસ્તુઓ ખૂબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ હોય છે.
મેં અહીંયા રાજેસ્થાની ખોબા રોટી, દહીં પાપડ નું શાક અને મિર્ચી કે ટિપોરે ની વાનગીઓ ની રેસિપી શેર કરી છે.
ખોબા રોટી બનાવવામાં સરળ છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે પરંતુ એને બનાવવામાં વધારે સમય લાગે છે. સમય અને ધીરજથી આ રોટી ઘણી સરસ રીતે બનાવી શકાય.
રાજસ્થાની પાપડ ની સબ્જી ટામેટા અને દહીં ની ગ્રેવી માં બનાવવામાં આવે છે જે એકદમ અલગ સ્વાદ આપે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. ઓછા સમયમાં અને શાકભાજીના અભાવમાં બનાવી શકાય એવી આ એક ખુબ જ સરસ રેસીપી છે.
મિર્ચી કે ટિપોરે મરચા માંથી બનાવવામાં આવતી એક સાઈડ ડીશ છે જે આખા ભોજનને એક અલગ સ્વાદ આપે છે. એકદમ ઓછા સમયમાં બની જતી આ એકદમ સરળ અને ચટપટી રેસીપી છે.
#GA4
# week25
#cookpadindia
#cookpad_gu
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મરચા ને ધોઈ, કોરા કરી અડધા ઈંચના ટુકડા માં કાપી લેવા. જાડા અને મીડીયમ તીખાશ વાળા મરચા પસંદ કરવા. હવે એક પેનમાં તેલ મૂકી ને એમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ, જીરૂ, વરિયાળી ઉમેરી હલકો ગુલાબી રંગ થાય એટલે એમાં મરચાના ટુકડા ઉમેરી દેવા. મરચાના ટુકડા ને એક મિનિટ માટે મિડીયમ તાપ પર સાંતળીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, આમચૂર અને વરિયાળી નો પાઉડર ઉમેરી બધું બરાબર હલાવી લેવું.
- 2
હવે તેને ઢાંકીને મિડીયમ તાપ પર બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દેવું, ત્યાર બાદ બધુ બરાબર હલાવીને ગેસ બંધ કરી દેવો. જો મરચામાં પાણીનો ભાગ દેખાય તો બધું બરાબર સુકાવા દેવું. આ મરચાં ને એરટાઈટ કન્ટેનરમાં ભરી ને અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.
- 3
ખોબા રોટી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, રવો, મીઠું, અજમા અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધવો. આ લોટને ઢાંકીને 20 થી 30 મિનિટ માટે રહેવા દેવો. જો ઘઉં નો જાડો લોટ હોય તો રવો ઉમેરવો નહીં.
- 4
લોટના ત્રણ એક સરખા ભાગ કરીને એમાંથી પા થી અડધા ઇંચ ની જાડાઈ ની રોટલી વણી લેવી. હવે તેને ઊંધી કરીને તેમા હલકા હાથે ચપ્પુની મદદથી કાપા કરવા.
- 5
કાપા કરેલો ભાગ નીચે રાખીને ઉપરની તરફ મનપસંદ ડિઝાઇન બનાવવી. ડિઝાઇન બનાવવા માટે મેં અહીંયા પ્લકર અને ચીપિયા નો ઉપયોગ કર્યો છે.
- 6
મેં અહીંયા ત્રણ જાતની અલગ અલગ ડિઝાઇન બનાવી છે. તમે તમારી પસંદગી મુજબની કોઈપણ પ્રકારની ડિઝાઈન બનાવી શકો. ટ્રેડિશનલી રોટલી એક બાજુ શેકાતી હોય ત્યારે ઉપરની તરફ હાથથી જ ચપટી લઈને ડિઝાઈન બનાવવામાં આવે છે પરંતુ આપણે વારંવાર ન બનાવતા હોવાથી એ રીતે ડિઝાઇન બનાવવું થોડું અઘરું પડે છે, તેથી મેં પહેલા જ ડિઝાઈન બનાવી લીધી છે અને પછી રોટલી ને શેકી છે.
- 7
હવે ડિઝાઇન વાળી બાજુ ઉપરની તરફ રહે એ રીતે રોટીને તવીમાં શેકવા માટે મૂકવી. ધીમા થી મીડીયમ તાપ પર રોટી ને બરાબર શેકાવા દેવી ત્યારબાદ તેને પલટાવી લેવી. બીજી બાજુ પણ ધીમા થી મીડીયમ તાપ પર રોટી ને શેકાવા દેવી. એક રોટી તૈયાર થતાં લગભગ ૧૦ થી ૧૨ મિનીટ લાગે છે તેથી ધીરજથી ધીમા તાપે શેકવી નહીંતર અંદરથી કાચી અને ઉપરથી બળી જવાની શક્યતા રહે છે.
- 8
આ રીતે બધી રોટી શેકીને તૈયાર કરી દેવી. જેમ રોટી તૈયાર થતી જાય એમ એના પર ઘી લગાડતા જવું.
- 9
પાપડને શેકીને એના ટુકડા કરી લેવા. એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું. જીરું બ્રાઉન કલરનું થાય એટલે તેમાં હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લેવું અને હલકા ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી સાંતળવું.
- 10
હવે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને મીડીયમ તાપ પર જ્યાં સુધી ટામેટા માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું. હવે તેમાં હળદર, મીઠું, મરચું, ધાણાજીરું અને કસુરી મેથી ઉમેરીને હલાવી લેવું. એક વાસણમાં દહીં અને પાણીને બરાબર હલાવીને એકરસ કરી લેવું ત્યારબાદ એને ટામેટાની ગ્રેવીમાં ઉમેરવું. તાપ એકદમ ધીમો રાખીને સતત હલાવતા રહેવું જેથી કરીને દહીં ફાટી ના જાય.
- 11
જ્યારે ગ્રેવી ઉકળવા માંડે ત્યારે તેમાં પાપડના ટુકડા ઉમેરી દેવા અને બધું બરાબર હલાવીને બે થી ત્રણ મિનિટ માટે મીડીયમ તાપે પકાવવું. લીલા ધાણા મિક્સ કરીને ગેસ બંધ કરી દેવો.
- 12
દહીં પાપડ ની સબ્જી ગરમ જ પીરસવી.
- 13
સૌપ્રથમ રોટી નો લોટ બાંધીને ત્યારબાદ બીજી બધી તૈયારીઓ કરવી અને રોટી બનાવતી વખતે સબ્જી પણ બનાવી શકાય કેમ કે રોટી શેકાતા ઘણી વાર લાગે છે, એટલા સમય માં બીજી બધી તૈયારીઓ આસાનીથી થઈ જાય છે.
- 14
ખોબા રોટી, પાપડ ની સબ્જી, મિર્ચી કે ટિપોરે ને ઘી, ગોળ અને છાશ સાથે પીરસવું.
Similar Recipes
-
રાજસ્થાની ખોબા રોટી ચુરમુ (Rajasthani Khoba Roti Churmu Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટી ચુરમુગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો મેં આજે રાજસ્થાનથી ખોબા રોટી માંથી ચુરમુ બનાવ્યું. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)
ગટ્ટે કી સબ્જી એ રાજસ્થાન ની ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વાનગી છે. એકદમ સાદી રીતે અને એકદમ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ2 spicequeen -
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#WDરાજસ્થાની ખોબા રોટી Happy WOMEN'S DAY ૨ દિવસ થી "રાજસ્થાની ખોબા રોટી" અને એના ઉપર ની સુંદર ભાત (Designs) જોઈજી લલચાયે.... રહા ના જાયે..... તો.... આખરે ૧ કલાક ની મહેનત કરી જ નાંખી.... આ ખોબા રોટી ખાસ બધા કુકપેડ Friends ને dedicate કરૂં છું ...Mrunal Thakkar... Deepa Rupani.... Shweta Shah (Jain Recipes) ... Jyoti Shah.... Jigna Mer.... Chandani Modi........ આ લીસ્ટ ઘણું લાંબુ છે.... I ❤ You All... 🌺💕💕💃💃💃💃💃 Ketki Dave -
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#AM1આ દાલ સ્વાદમાં દાલ ફા્ય જેવી જ લાગે પણ અલગ રીતે બનાવવામાં આવે છે. અહિ એકદમ રાજસ્થાની પરંપરાગત રીતે બનાવી છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. Ami Adhar Desai -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટીરાજસ્થાનની ખોબા રોટી ફેમસ છે. રાજસ્થાની લોકો રસોઈ બનાવવા માં ઘી નો ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોય છે. એટલે રાજસ્થાની ડીશ ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે Sonal Modha -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ખોબા રોટી Ketki Dave -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની ગટ્ટાનું શાક ખોબા રોટી
#KRC#RB15રાજસ્થાની ક્યુઝીન ની આ વાનગી દરેક શહેરમાં રેસ્ટોરન્ટ માં મળતી થઈ ગઈ છે...ચણાના લોટમાં મસાલા મોણઉમેરી ભાખરી જેવો ડૉ તૈયાર કરી આડણી પર ગાંઠિયા વણીને આ શાક બનાવાય છે ને ઘઉં ના લોટમાં વધારે મોણઉમેરી રોટી વણી ને હાથેથી ચપટી લઈને માટીની કલાડીમાં શેકીને ખોબા રોટી બનાવાય છે. Sudha Banjara Vasani -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
ઝૂણકા ભાકર (Zunka bhakar recipe in Gujarati)
ઝૂણકા મહારાષ્ટ્રીયન ડીશ છે જે બેસન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખૂબ જ સરળ અને ઓછી સામગ્રીથી બની જતી ડીશ શાકભાજીની અવેજી માં ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઝૂણકા ને ભાકર એટલે કે જુવાર કે બાજરાની રોટલી કે રોટલા સાથે પીરસવામાં આવે છે. ઝૂણકા ભાકર અને ઠેચા નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MAR#cookpadindia#cookpad_gu spicequeen -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
સામાન્ય રીતે આપણે દુધી બટાકા નું અથવા તો દૂધી ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંનો ઉપયોગ કરીને બનતું આ દૂધીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે આપણે જે દૂધીનું ગુજરાતી રીતે શાક બનાવતા હોઈએ છીએ એના કરતાં એકદમ અલગ પ્રકારનું શાક બને છે જે રોટલી અને ભાત કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
મલ્ટી ગ્રેન રાજસ્થાની ખૂબા રોટી (Multi Grain Rajasthani Khuba Roti Recipe In Gujarati)
રાજસ્થાન ની એક પ્રખ્યાત રોટી છે. મુખ્યત્વે ઘઉં ના લોટ ની બને છે. પણ મેં મલ્ટી ગ્રેન બનાવી છે. Unnati Buch -
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
રાજસ્થાની ટિક્કર રોટી (Rajasthani Tikkar Roti Recipe In Gujarati)
#GA4#Week25#rajestaniroti આ ટીકર રોટી a રોટલી નું વેરિયેશન છે. રાજસ્થાની ની ફેમસ રોટી છે....અને મારા ઘરે પણ આચાર અનેદહી સાથે બધાને ખુબ જ ભાવિ.... Dhara Jani -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
-
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
#GA4#week 25આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે. Juhi Shah -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ખોબા રોટી વિથ પંચમેલ દાળ (Khoba Roti With Panchmel Dal Recipe in
#GA4#Week25#jodhpur_special આજે મે ગોલ્ડન એપ્રોન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી ને ખોબા રોટી ને પંચમેલ દાળ બનાવી છે. રાજસ્થાન નું નામ આવે એટલે જોધપુર ના ગામડા ની ખોબા રોટી અને પંચમેલ દાળ યાદ ન આવે એવું બને જ નહીં. એની સાથે પીરસવામાં આવતી આ પંચમેલ દાળ એટલી જ હેલ્થી હોય છે ...સાથે લસણ ની ચટણી અને લીલી ચટણી મળી જાય તો પૂછવું જ શું ? ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી...આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ..જે મેં ડબલ તડકા થી દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. ખોબા રોટી મૂળ તો રાજસ્થાન મા આવેલા જોધપુર ના ગામડામાં બનતી વાનગી છે. ખોબા એટલે ચપટી ભરીએ છે એ... મેં પણ એ ખોબા રોટી બનાવવાનો ટ્રાય કર્યો છે....ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બનતી આ વાનગી બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મેં અહીં બતાવેલ રેસિપી કદાચ ટ્રેડિશનલ ન પણ હોય , પણ એક વાર અચૂક ટ્રાય કરશો. આ રોટી ને હાથ થી ભૂકો કરી ઉપર ગરમ દાળ ઉમરો.. સ્વાદાનુસાર ઘી રેડો. સરસ મિક્સ કરો અને બસ મોજ માણો ને સાથે આપ લસણ ની ચટણી , ડુંગળી નો સલાડ અને લીંબુ પીરસી શકો છો. Daxa Parmar -
-
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
રાજસ્થાની પિતોડ ની સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad રાજસ્થાની પિતોડ ની સબ્જી બે રીતે બનાવી શકાય છે ગ્રેવી વાળી અને ગ્રેવી વગરની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવી શકાય છે. મેં આજે ગ્રેવી વાળી સબ્જી બનાવી છે. ઘરમાં કોઈ લીલુ શાક અવેલેબલ ના હોય અથવા તો કંઈક અલગ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો રાજસ્થાની પિતોડ ની સબ્જી એક સારું ઓપ્શન છે. પિતોડની સબ્જી બનાવવા માટે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટના પિતોડ બનાવી છાશ વાળી ગ્રેવીમાં આ પિતોડને ચડાવીને આ સબ્જી તૈયાર કરવામાં આવે છે. પિતોડ ની સબ્જી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. પૂરી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે આ સબ્જીને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#KRCરાજસ્થાની પરિવાર માં લગ્ન પ્રસંગમાં મસાલેદાર આ કઢી બનાવવામાં આવે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (55)