કટોરી ચાટ

Pinal Patel @pinal_patel
#SFR
આ એવું ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે કે જે ને જોતા મોંઢા મા પાણી આવી જાય
કટોરી ચાટ
#SFR
આ એવું ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે કે જે ને જોતા મોંઢા મા પાણી આવી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ફણગાવેલા મગ, મઠ ને કુકરમાં ચપટી મીઠું નાખીને ત્રણ વ્હીસલ વગાડી બાફી લો, બટાકા બાફીને છોલી લો
- 2
હવે બાફેલા મગ, મઠ ઠંડા થવા દો, બાફેલા બટાકા ને ઠંડાં થાય પછી છોલી લો, હવે મગ, મઠ, બટાકા બધું બરાબર મિક્ષ કરી લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, નાખી બધું બરાબર મિક્ષ કરી લો
- 3
હવે એક પ્લેટમાં કટોરી ચાટ ગોઠવો તેમાં મગ, મઠ, વાળો મસાલો મુકો
- 4
તેમાં ગળી ચટણી, કોથમીર ની ચટણી, લસણની ચટણી રેડો
- 5
ઉપર થી ઝીણી સેવ ભભરાવો
- 6
ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરો આ કટોરી ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 7
કટોરી બનાવવા માટે # FDS રેસીપી આપેલી છે ચાટ વાળી ગળી ચટણી રેસીપી મુકેલ છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842882














ટિપ્પણીઓ (3)